ઓસ્ટ્રેલિયાની ઘણી યુનિવસટીઓએ-પંજાબ સહિત ભારતના ૫ રાજ્યોના સ્ટુડન્ટ્સને એડમિશન આપવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઓસ્ટ્રેલિયન એક ન્યૂઝ પેપર અનુસાર ઓસ્ટ્રેલિયાની બે મોટી યુનિવસટીઓએ ગયા અઠવાડિયે તેમના એજ્યુકેશન એજન્ટોને પત્ર લખ્યો હતો, જેમાં પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના સ્ટુડન્ટ્સને પ્રવેશ ન આપવા સૂચના આપવામાં આવી હતી.
Advertisement
Advertisement
ઓસ્ટ્રેલિયાનું ગૃહ વિભાગ જમ્મુ-કાશ્મીર સહિત આ ૫ રાજ્યોના સ્ટુડન્ટ્સની વિઝા અરજીઓને સતત નકારી રહ્યું છે. ગયા મહિને ઓસ્ટ્રેલિયાની ૪ યુનિવસટીઓએ ભારતીય સ્ટુડન્ટ્સ પર સ્ટુડન્ટ વિઝાનો દુરુપયોગ કરવાના આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું- લોકો સ્ટુડન્ટ વિઝા લઈને ભણવાને બદલે નોકરી કરવા માટે ઓસ્ટ્રેલિયા આવી રહ્યા છે. ચાર સ્ટુડન્ટ વિઝામાં એક ફ્રોડ, એડમિશન પોલિસી કડક રહેશે. વેસ્ટર્ન સિડની યુનિવસટીએ જણાવ્યું હતું કે ૨૦૨૨માં ઘણા ભારતીય સ્ટુડન્ટ્સે પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ તેમનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો.
યુનિવસટીએ એજન્ટોને જણાવ્યું હતું કે આવું કરનારા મોટાભાગના સ્ટુડન્ટ્સ પંજાબ, ગુજરાત અને હરિયાણાના હતા. આ રાજ્યોના સ્ટુડન્ટ્સ પરનો પ્રતિબંધ જૂન સુધી ચાલુ રહેશે. આવું વધુ ન થાય તે માટે પ્રવેશ નીતિ વધુ કડક બનાવવામાં આવી રહી છે. હોમ અફેર્સ ડિપાર્ટમેન્ટના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાંથી આવતી દર ૪ સ્ટુડન્ટ વિઝા અરજીમાંથી ૧ છેતરપિંડી છે.
આ કારણે ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ માટેની અરજીઓનો રિજેક્શન દર પણ વધીને ૨૪.૩ ટકા થયો છે, જે છેલ્લાં ૧૩ વર્ષમાં સૌથી વધુ છે. ઓસ્ટ્રેલિયન એજન્ટોને વિદેશી સ્ટુડન્ટ્સ માટે તગડું કમિશન મળે છે.સિડની હેરાલ્ડના અહેવાલ મુજબ, ઓસ્ટ્રેલિયાની યુનિવસટીઓ વિદેશમાં સ્ટુડન્ટ્સને પ્રવેશ માટે સંપૂર્ણપણે એજન્ટો પર નિર્ભર છે. સ્ટુડન્ટ્સ અને યુનિવસટી બંને એડમિશન માટે એજન્ટોનો સંપર્ક કરે છે.
તેના બદલામાં યુનિવસટી એજન્ટોને તગડું કમિશન આપે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ૨૦૨૨માં ઓસ્ટ્રેલિયાના પૂર્વ વડાપ્રધાન સ્કોટ મોરિસને કામ કરતા વિદેશી સ્ટુડન્ટ્સની નીતિમાં મહત્વનો ફેરફાર કર્યો હતો. જે બાદ સ્ટુડન્ટ વિઝાની માંગમાં વધુ વધારો થયો હતો. ખરેખરમાં, નવા ફેરફાર હેઠળ, ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા વિદેશી સ્ટુડન્ટ્સની કામ કરવાની મર્યાદા દૂર કરવામાં આવી હતી. એટલે કે હવે સ્ટુડન્ટ્સ ગમે તેટલા કલાકો સુધી કામ કરી શકશે. જો કે હવે આ પોલિસીમાં ફરીથી ફેરફાર કરવાની તૈયારી ચાલી રહી છે.
અલ્બેનીઝ સરકાર ફરીથી સ્ટુડન્ટ્સના કામના કલાકો પર નિયંત્રણો લાદવા જઈ રહી છે. ઓસ્ટ્રેલિયામાં ભારતીય સ્ટુડન્ટ્સ પર પ્રતિબંધ મૂકવાનો મામલો એવા સમયે ઉગ્ર બન્યો છે જ્યારે વડાપ્રધાન મોદી એક દિવસ પહેલા બુધવારે ઓસ્ટ્રેલિયાના ૨ દિવસના પ્રવાસ બાદ ભારત પરત ફર્યા છે. સિડનીમાં ૨૦,૦૦૦ લોકોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે,સ્ટુડન્ટ્સ બંને દેશોને નજીક લાવી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એકબીજાની શૈક્ષણિક ડિગ્રીઓને માન્યતા આપવા પર વાતચીત આગળ વધી છે.
Advertisement