દેશનું પૂર્વોત્તર રાજ્ય મણિપુર હજુ પણ વંશીય હિંસાની આગમાં સળગી રહ્યું છે. ગુરુવારે પણ બે યુવકોના મોતને લઈને ફાટી નીકળેલી હિંસા ચાલુ રહી હતી. પોલીસ અને દેખાવકારો વચ્ચેની અથડામણમાં 50થી વધુ લોકો ઘાયલ થયા છે. હવે માહિતી પ્રકાશમાં આવી રહી છે કે ટોળાએ ઇમ્પારના પૂર્વમાં લુવાંગસાંગબાનમાં મુખ્યમંત્રી એન બિરેન સિંહના બંધ મકાન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
Advertisement
Advertisement
ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. ઘરમાં પરિવારના કોઈ સભ્ય ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, પોલીસે કહ્યું કે આ દરમિયાન સુરક્ષા દળોએ કડક કાર્યવાહી કરીને ટોળાને વિખેરી નાખ્યું હતું. હુમલાના પ્રયાસ બાદ સીએમ આવાસ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
2 વિદ્યાર્થીઓની હત્યા બાદ રાજ્યભરમાં વિરોધ દેખાવો
હકીકતમાં, જુલાઈથી ગુમ થયેલા બે મૈતેઇ વિદ્યાર્થીઓના મૃતદેહની તસવીરો સામે આવ્યા બાદ રાજ્યમાં ફરી હિંસા ફાટી નીકળી છે. રાજધાની ઇમ્ફાલમાં અનેક જગ્યાએ દેખાવો થઇ રહ્યા છે. પ્રદર્શનકારીઓએ સીએમ આવાસ તરફ કૂચ કરવાની પણ યોજના બનાવી હતી, પરંતુ સુરક્ષા દળોએ તેમને અટકાવ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઈમ્ફાલ ઘાટીમાં મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. આ ઘટનાના કારણે હિંસક વિરોધ પ્રદર્શન ચાલુ છે.
બુધવારે ઉરીપોક, યાઇસકુલ, સગોલબંદ અને તેરા વિસ્તારોમાં દેખાવકારો અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી, સુરક્ષા દળોએ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલનો ઉપયોગ કરવો પડ્યો હતો. ઓપરેશન દરમિયાન એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા.મંગળવારથી સમગ્ર મણિપુરમાં અશાંતિ ફેલાઈ છે અને સમયાંતરે હિંસક ઘટનાઓ પણ બની રહી છે.
Advertisement