ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે કેરાલાના તિરુવનંતપુરથી વોટર મેટ્રોનું ઉદ્દઘાટન કર્યું હતું. આ સાથે જ જમીનમાંથી પાણીમાં દોડતી મેટ્રો બાદ હવે દેશને પાણીમાં દોડતી મેટ્રો મળશે.
કેરાલાના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને આ પ્રોજેક્ટને રાજ્યનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાવ્યો છે. કોચી વોટર મેટ્રો પ્રોજેક્ટને પોર્ટ સિટીમાં રુપિયા 1136.86 કરોડનો ખર્ચે થનાર છે.
કેરાલા ભારત જ નહીં પરંતુ એશિયાનો પ્રથમ વોટર મેટ્રો શરુ કરનાર દેશ બનશે. આ પ્રોજેક્ટ માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. કોચી વોટર મેટ્રો પ્રોજેક્ટ અંતર્ગત કોચીની આસપાસના 10 દ્વીપોને જોડવામાં આવશે. આ માટે બેટરીથી સંચાલિત હાઈબ્રિડ બોટ્સનો ઉપયોગ કરાશે.
આ બોટ્સ ઈકોફ્રેન્ડલી હોવાની સાથે એડવાન્સ ટેકનોલોજીથી સજજ હશે. વોટર મેટ્રો પ્રોજેક્ટમાં 23 ઈલેક્ટ્રિકલ બોટની સાથે 14 ટર્મિનલ પણ હશે. આ પ્રોજેક્ટ કોચી શહેર માટે એક વરદાનરુપ સાબિત થશે.
વોટર મેટ્રો પરિયોજના 78 કિલોમીટર સુધી ફેલાયેલી છે અને તે 15 માર્ગોને આવરી લેશે. કેરાલાના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને જણાવ્યું કે, કોચી વોટર મેટ્રોને કારણે રાજ્યના પરિવહન ક્ષેત્રમાં ક્રાંતિ આવશે.
Advertisement