વેદો અને પુરાણોમાં હવનના મહત્વને સમજાવાયું છે. હવન અને તેની ભસ્મને લઈને વિવિધ દાવા પણ કરાયા છે એવું કહેવામાં આવે છે કે હવન બેક્ટેરિયા અને વાયરસને મારી નાખે છે અને હવનની રાખ ખાતરનું પણ કામ કરે છે. તેનાથી જમીનની ફળદ્રુપતા વધે છે.
હવે આ અંગે વધુ એક વૈજ્ઞાનિક અહેવાલ સામે આવ્યો છે, હવનની ભસ્મમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમની સાથે પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. આ તમામ તત્વો જમીનની ફળદ્રુપતા વધારવા માટે જરુરી છે. જમીનમાં આ તત્વોને વધારવા માટે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે. યજ્ઞ પછી હવામાં બેક્ટેરિયા અને વાયરલનો લોડ ઓછો થયો હતો.
લખનૌના આલમબાગમ થોડાક મહિના પહેલાં ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા એક યજ્ઞનું આયોજન કરાયું હતું. આ યજ્ઞની ભસ્મ ટેસ્ટિંગ માટે લેબમાં મોકલાઈ હતી. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચર રિસર્ચ (ICAR) – સેન્ટ્રલ સોઈલ સેલિનિટી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ રિઝનલ રિસર્ચ સ્ટેશને આ ભસ્મની એનાલિસીસ રિપોર્ટ મોકલી છે. જે લોકો હવન અને યજ્ઞ પર સવાલ ઉઠાવતા રહ્યા છે આ રિપોર્ટ તેમની બોલતી બંધ કરી શકે છે. આ ભસ્મમાં પોટેશિયમ ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે. પોટેશિયમની સાથે છોડ માટે ફાયદાકારક કેલ્શિયમ અને મેગ્નેશિયમ પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.
આ રિપોર્ટમાં માઈક્રોબાયલ એનાલિસીસમાં જાણવા મળ્યું કે હવન અને યજ્ઞના અડધા કલાક પછી બેક્ટેરિયા અને ફંગલ લોડમાં ઘટાડો થયો હતો. યજ્ઞના ચાર કલાક પછી હવામાં બેક્ટેરિયા અને ફંગલ લોડમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો.
Advertisement