અમૃતસરઃ પંજાબના અમૃતસરમાં સુવર્ણ મંદિર પાસે ગુરુવારે વધુ એક વિસ્ફોટ થયો હતો, જેના કારણે લોકો ગભરાટ ફેલાઇ ગયો છે. સુવર્ણ મંદિર પાસે એક પછી એક આ ત્રીજો બ્લાસ્ટ છે. આ તાજેતરના વિસ્ફોટમાં કોઈના માર્યા જવાની કે ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા નથી.
Advertisement
Advertisement
બુધવારે રાત્રે લગભગ 1 વાગ્યે થયેલા આ વિસ્ફોટનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો અને લોકો ઘરની બહાર આવી ગયા હતા. બ્લાસ્ટની આ જગ્યા પહેલા બ્લાસ્ટની જગ્યાથી એકદમ અલગ હતી. આ વિસ્ફોટ પ્રથમ ઘટનાથી ઘણા અંતરે થયો હતો.
પંજાબ પોલીસના ડીજીપીએ જણાવ્યું કે વિસ્ફોટોના સંબંધમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં થયેલા ત્રણેય વિસ્ફોટો એકદમ ઓછી તીવ્રતાના હતા, આ તમામ કેસોનો ઉકેલી દેવામાં આવ્યા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે, આ લેટેસ્ટ બ્લાસ્ટ કોરિડોરની બાજુમાં સ્થિત શ્રી ગુરુ રામદાસ સરાય પાસે આવેલા ગોલ્ડન ટેમ્પલ પાસે થયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. પંજાબ પોલીસની ફોરેન્સિક ટીમે પણ બ્લાસ્ટની તપાસ શરૂ કરી દીધી છે. જો કે બ્લાસ્ટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ ત્રણેય વિસ્ફોટોની કડીઓ પણ જોડવાનો પ્રયાસ કરી રહી છે.
ઘટનાસ્થળે પહોંચેલા અમૃતસરના પોલીસ કમિશનર નૌનિહાલ સિંહે જણાવ્યું હતું કે, “અમને રાત્રે 12.15 વાગ્યાની આસપાસ માહિતી મળી હતી કે એક પ્રચંડ વિસ્ફોટ જેવો અવાજ સંભળાયો હતો, સંભવતઃ બીજો વિસ્ફોટ થયો હતો. અમે હજુ સુધી તેની પુષ્ટિ કરી રહ્યાં નથી કે તે બ્લાસ્ટ હતો. તપાસ કરવામાં આવી રહી છે. લોકોની તપાસ કરવામાં આવી રહી છે.” 8 મેના રોજ ગોલ્ડન ટેમ્પલ નજીક હેરિટેજ સ્ટ્રીટમાં વિસ્ફોટમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો, તે જ જગ્યાએ જ્યાં 6 મેના રોજ બ્લાસ્ટ થયો હતો.
પંજાબના અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ પાસે ‘હેરીટેજ સ્ટ્રીટ’ પર વિસ્ફોટમાં એક વ્યક્તિ થોડી ઘાયલ થઈ હતી અને કેટલીક ઈમારતોના કાચ તૂટી ગયા હતા. વિસ્ફોટનો અવાજ સુવર્ણ મંદિરના એક કિલોમીટરના દાયરામાં સંભળાયો હતો.
પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો છે. તેમણે કહ્યું કે વિસ્ફોટમાં કેટલીક ઈમારતોની બારીઓના કાચ તૂટી ગયા હતા. ઘટનાસ્થળે હાજર એક ભક્ત કરણદીપ સિંહે જણાવ્યું હતું કે, ઓટોરિક્ષામાં મુસાફરી કરી રહેલી કેટલીક છોકરીઓને વિસ્ફોટ બાદ કાચના ટુકડાઓ અથડાયા હતા અને તેમને સામાન્ય ઈજાઓ થઈ હતી. આ યુવતીઓ હરિયાણાના પંચકુલાથી સુવર્ણ મંદિરમાં દર્શન કરવા આવી હતી.
Advertisement