અમેરિકાના પેન્સિલવેનિયામાં દિવાળીને નેશનલ હોલિવેડ જાહેર કરાયો છે. હવે અહીં દિવાળીના અવસરે સત્તાવાર રજા રહેશે. પેન્સિલવેનિયાના સેનેટર નિકિલ સાવલે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી.
પેન્સિલવેનિયા સ્ટેટની સેનેટે સર્વાનુમતે આ નિર્ણય લીધો છે. તેમણે હિન્દુઓના તહેવાર દિવાળીને નેશનલ હોલિડે તરીકે માન્યતા આપી છે. એ મહત્વનું છે કે હાલ પેન્સિલવેનિયા સ્ટેટમાં બે લાખ દક્ષિણ એશિયાઈ લોકો રહે છે. તેમાંથી મોટાભાગના લોકો દિવાળીનો તહેવાર ધામધૂમથી મનાવે છે.
સેનેટર નિકિલે જણાવ્યું કે, દિવાળીના તહેવારને સત્તાવાર રીતે અમે હોલિડે જાહેર કર્યો છે જેથી પરસ્પર ભાઈચારો વધારશે. વિવિધ સંસ્કૃતિ વચ્ચે તાલમેલને મજબૂત કરવાના આ પ્રયાસ છે. દર વર્ષે રોશનીનું આ પાવન પર્વ દિવાળી અહીં લોકોના ઘર, મંદિરો અને જાહેર સ્થળોએ ઉજવાય છે. આ અંધકારને દૂર કરીને રોશની ફેલાવવાનો તહેવાર છે એટલા માટે તેને સત્તાવાર ઓળખ આપવી જરુરી હતી.
Advertisement