વિશ્વની સૌથી મોટી મહાસત્તા હવે જોખમ તોળાઈ રહ્યું છે. જો આપણે આર્થિક મોચરે વાત કરીએ તો આ દિવસોમાં યુએસ અર્થતંત્ર માટે ચારે બાજુથી નકારાત્મક સમાચાર આવી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનામાં ઘણી મોટી બેંકો ડૂબી ગઈ.
એવું કહેવાય છે કે ઘણી વધુ બેંકો પતનના આરે છે. હવે સમાચાર આવી રહ્યા છે કે અમેરિકા લોન રિપેમેન્ટમાં ડિફોલ્ટ થઈ શકે છે.
યુએસ ટ્રેઝરરી સેક્રેટરી જેનેટ યેલેને ચેતવણી આપી હતી કે જો સરકાર દેવાની મર્યાદા વધારવામાં નિષ્ફળ જશે તો 1 જુન સુધીમાં યુએસ પાસે રોકડનો અભાવ થઈ શકે છે. તે પછી તેના દેવાની ચુકવણીમાં ડિફોલ્ટ થઈ શકે છે.
યેલેને એક નિવેદનમાં કહ્યું કે, જો કોંગ્રેસ 1 જુન પહેલાં દેવાની મર્યાદામાં વધારો નહીં કરે તો અમે જુનની શરુઆત સુધીમાં સરકારની તમામ જવાબદારીઓને પૂર્ણ કરવામાં અસમર્થ થઈ જઈશું.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓ પર નજર કરીએ તો ત્યાં ઘણી બેંકો ડૂબી ગઈ છે. એટલું જ નહીં આગળ પણ સંકેતો સારા નથી. એવું કહેવાય છે કે ત્યાં વધુ ઘણી બેંકો પડી શકે છે. કારણ કે લોકોએ થોડા દિવસોમાં બેંકોમાંથી એક ટ્રિલિયન ડોલરથી વધુ રકમ ઉપાડી લીધી છે.
Advertisement