અમેરિકી સરકારે ઉધાર લેવાની મર્યાદા વટાવી; અમેરિકા પર પણ તોળાઈ રહ્યો છે નાદારીનો ખતરો
Advertisement
Advertisement
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને જી-7 શિખર સંમેલન પછી પાપુઆ ન્યૂ ગિની અને ઓસ્ટ્રેલિયાનો પોતાનો પ્રવાસ રદ્દ કરી દીધો છે. આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે, તેઓ જાપાનમાં જી-7 સમિટમાં ભાગ લીધા પછી અમેરિકા પરત ફરશે અને ઓસ્ટ્રેલિયામાં ક્વોડ નેતાઓની સમિટમાં ભાગ લેવા પહોંચશે નહીં.
અમેરિકામાં દેવાના સંકટ વચ્ચે બાઇડેને આ નિર્ણય લીધો છે. બાયડેને મંગળવારે વ્હાઇટ હાઉસમાં આ સંદર્ભે ઇમરજન્સી બેઠક પણ યોજી હતી. અમેરિકા પર હાલમાં 31400 અબજ ડોલરનું દેવું છે. અમેરિકી સરકારે ઉધાર લેવાની મર્યાદા વટાવી દીધી છે.
લોન ચૂકવવા માટે યુએસ સરકારે વધુ લોન લેવી પડશે, જેનો અર્થ છે કે દેવાની મર્યાદા વધારવી પડશે. જો આ માટે કોઈ ડીલ નહીં થાય તો અમેરિકા 1 જૂન સુધીમાં ડિફોલ્ટ થઈ જશે. ક્વોડ દેશોની બેઠક 22 થી 24 મે દરમિયાન ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યોજાવાની હતી.
ભારત પણ આ સમૂહનો એક ભાગ છે. આ સિવાય બાઇડેનની પાપુઆ ન્યુ ગિનીની મુલાકાતને પણ ઐતિહાસિક માનવામાં આવી હતી, કારણ કે તેઓ અહીં જનારા પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા હોત.
જો બાઇડેનના પ્રવાસ રદ થયા બાદ ક્વાડની યજમાની કરી રહેલા ઓસ્ટ્રેલિયાએ સિડનીમાં યોજાનારી ચાર દેશોના નેતાઓની બેઠક પણ મોકૂફ રાખી છે. ઓસ્ટ્રેલિયન મીડિયાએ વડાપ્રધાન એન્થોની અલ્બેનિસને ટાંકીને આ અંગેની માહિતી આપી છે.
આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે સંભવતઃ જાપાનમાં યોજાનારી G-7 બેઠકની બાજુમાં ચાર દેશોના નેતાઓની મુલાકાત થશે. જોકે ભારત G-7નો ભાગ નથી, પરંતુ જાપાન દ્વારા પીએમ મોદીને બેઠકમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
ઓસ્ટ્રેલિયાના પીએમએ કહ્યું છે કે ભારતના વડાપ્રધાન મોદી હજુ પણ આવતા અઠવાડિયે સિડની આવી શકે છે, પરંતુ જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદાનું આગમન નિશ્ચિત નથી. બાઇડેને કહ્યું કે તેમણે ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિસને તેમનો પ્રવાસ રદ કરવા અંગે જાણ કરી છે.
US President Joe Biden will return to the United States, following the completion of the G7 summit, in order to be back for meetings with Congressional leaders to ensure that Congress takes action by the deadline to avert default: The White House pic.twitter.com/u9tmCJ09Zp
— ANI (@ANI) May 16, 2023
Advertisement