દેશની રાજધાની દિલ્હીમાં વધતી જતી ઠંડીની સાથે પ્રદૂષણનો કે’ર પણ વધવા લાગ્યો છે. અહીં શનિવારે સવારે 8 વાગ્યે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 217 રહ્યો હતો. જો કે હવામાન વિભાગે કહ્યું છે કે 22 ઓક્ટોબરે વરસાદ થવાની સંભાવના છે, જેને લીધે પ્રદૂષણમાં રાહત મળવાની શક્યતા છે. આ દરમિયાન દિલ્હી પોલીસે હવામાં ઝેર ફેલાવનારાઓ સામે કાર્યવાહી ઝડપી બનાવી છે. તેના કારણે આ વર્ષે ચલણની સંખ્યામાં વધારો થયો છે.
Advertisement
Advertisement
પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર (PUCC) ની અવગણના
દિલ્હીમાં વધતા પ્રદૂષણનું એક મોટું કારણ શહેરના વાહનો પણ છે, તેમાંથી નીકળતો ધુમાડો હવાની ગુણવત્તાને ખરાબ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં તમામ વાહન માલિકોએ પોલ્યુશન કંટ્રોલ સર્ટિફિકેટ (PUCC) મેળવવું ફરજિયાત છે. તેમ છતાં પણ, લોકોમાં તેના અંગે બેદરકારી દેખાઈ રહી છે. તેવા લોકો સામે કાર્યવાહી કરવા માટે દિલ્હીમાં વિવિધ સ્થળોએ કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. આ પગલાને કારણે અહીં ચલણની સંખ્યામાં વધારો થયો છે.
દિલ્હીમાં ચલણની સંખ્યામાં વધારો થયો
દિલ્હી પોલીસના ડેટા અનુસાર, આ વર્ષે 15 ઓક્ટોબર સુધીમાં PUCC ન હોય તેવા 1.18 લાખ ટુ-વ્હીલર્સને ચલણ આપવામાં આવ્યા છે, જેમાં 69,190 મોટરસાઇકલ અને 49,219 સ્કૂટરનો સમાવેશ થાય છે. ટ્રાફિક પોલીસે 33,754 કાર, 1,556 થ્રી-વ્હીલરને ચલણ જારી કર્યા છે. આ ઉપરાંત, 1,139 છોટા હાથી, 795 મોટા માલસામાન વાહનો, 720 વાન, 350 ટેક્સીઓ અને 333 ટ્રકને પણ ચલણ આપવામાં આવ્યા છે. દિલ્હી પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે રાજધાનીમાં સ્વચ્છ હવાને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
PUCC અને તેના નિયમો શું છે?
PUCC એ વાહનની તપાસ પછી જારી કરવામાં આવતું પ્રદૂષણ પ્રમાણપત્ર છે જે એ વાતની પુષ્ટિ કરે છે કે મોટર વાહન પ્રદૂષણના માપદંડોનું પાલન કરે છે. ભારતમાં ચાલતા વાહનો માટે માન્ય પોલ્યુશન કંટ્રોલ સર્ટિફિકેટ (PUCC) હોવું ફરજિયાત છે અને તેની નકલ પોતાની પાસે રાખવી ફરજિયાત છે. તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર ભારત સરકાર દ્વારા નિયમન કરાયેલ ઉત્સર્જન ધોરણોનું પાલન કરતા એવા વાહનોને જ રસ્તાઓ પર ચાલવા દેવાનો છે.
Advertisement