કર્ણાટકના ચામરાજનગર જિલ્લાના ભોગપુરા ગામના ખુલ્લા મેદાનમાં વાયુસેનાનું એક કિરણ ટ્રેનર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વિમાનમાં સવાર બે પાઇલોટ્સ પેરાશૂટનો ઉપયોગ કરીને સફળતાપૂર્વક બહાર નીકળી ગયા હતા. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
Advertisement
Advertisement
જિલ્લા અધિકારીઓએ જણાવ્યું હતું કે આજે સવારે બેંગલુરુના એરફોર્સ સ્ટેશનથી ઉપડેલું આ તાલીમ વિમાન ભોગપુરા ગામમાં ક્રેશ થયું હતું. તેજપાલ અને ભૂમિકાને સામાન્ય ઈજાઓ થઈ હતી. IAF અનુસાર, જ્યારે આ ઘટના બની ત્યારે પાઇલોટ નિયમિત તાલીમ પર હતા.
ભારતીય વાયુસેના અનુસાર, અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.
8 મેના રોજ રાજસ્થાનમાં પણ થઈ હતી દુર્ઘટના
અગાઉ, નિયમિત તાલીમ ઉડ્ડયન દરમિયાન, ભારતીય વાયુસેનાનું એક મિગ-21 લડાયક વિમાન રાજસ્થાનના હનુમાનગઢ નજીક તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા હતા. ભારતીય વાયુસેનાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે હનુમાનગઢ જિલ્લાના બહલોલ શહેરમાં એક મકાન પર વિમાન ક્રેશ થયું હતું, દુર્ભાગ્યવશ ત્રણ લોકોના મોત થયા હતા.
Advertisement