ઉત્તર-પશ્ચિમ અફઘાનિસ્તાનમાં ભૂકંપના ભારે આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 માપવામાં આવી છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સે જણાવ્યું હતું કે આ ભૂકંપ અફઘાનિસ્તાનના ઉત્તર – પશ્ચિમ ભાગમાં આવ્યો હતો. નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર આજે સવારે 06:11 વાગ્યે અફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
Advertisement
Advertisement
મળતી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્ર જમીનની નીચે 10 કિમી અંદર હતું. જો કે, હજુ સુધી કોઈ નુકસાનની માહિતી સામે આવી નથી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અફઘાનિસ્તાનમાં એક પછી એક આવેલા છ ભીષણ ભૂકંપના કારણે 4000થી વધુ લોકોના મોત થઈ ગયા હતા.
એક પછી એક 6 આંચકા આવ્યા
આ પહેલા સોમવારે મોડી રાત્રે 6.3ની તીવ્રતાના ભૂકંપ બાદ 5.5, 4.7, 6.3, 5.9 અને 4.6ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. અડધા કલાકમાં ભૂકંપના છ આંચકા અનુભવાયા બાદ લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો અને લોકો પોતાના ઘરોની બહાર નીકળી ગયા હતા. એક સ્થાનિકે જણાવ્યું કે ગ્રામીણ અને પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનને કારણે મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે.
લગભગ 6 ગામો સંપૂર્ણપણે નાશ પામ્યા
અફઘાનિસ્તાનના માહિતી અને સંસ્કૃતિ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ વહીદ શાયાને જણાવ્યું હતું કે હેરાત ડિવિઝનમાં ભૂકંપની માહિતી સૌપ્રથમ સામે આવ્યા બાદ તરત જ જાણવા મળ્યું હતું કે તે વિસ્તારના લગભગ 6 ગામો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. સેંકડો લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે. આ સાથે પ્રવક્તાએ લોકોને મદદમાં જોડાવા માટે પણ અપીલ કરી હતી.
Advertisement