બોમ્બે હાઈકોર્ટે મહત્વનો નિર્ણય આપતાં 93 વર્ષની એક મહિલાને મોટી રાહત આપી છે. આ મહિલા દક્ષિણ મુંબઈમાં પોતાના બે ફ્લેટનો કબજો મેળવવા માટે છેલ્લા 80 વર્ષથી કાનૂની લડાઈ લડી રહી હતી.
કોર્ટે રાજ્ય સરકારને બન્ને ફ્લેટ મહિલાને પરત કરવાનો આદેશ આપ્યો છે. જે વર્ષ 1940માં કબજે કરવામાં આવ્યા હતા. આટલી લાંબી કાયદાકીય લડાઈ લડી રહેલી મહિલાનું નામ એલિસ ડિસોઝા છે. આ ફ્લેટ રુબી મેન્શનના પહેલા માળે છે, જે મેટ્રો સિનેમા, મુંબઈની પાછળ આવેલું છે.
500થી 600 ફૂટના આ ફ્લેટ 28 માર્ચ 1948ના રોજ રુબી મેન્શન “ડિફેન્સ ઓફ ઈન્ડિયા” માટે હસ્તગત કરવામાં આવ્યા હતા.
જોકે બાદમાં પ્રથમ માળ સિવાયના બાકીના મકાનો ધીમે ધીમે તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા.
હાઈકોર્ટના ન્યાયાધીશો રમેશ ધાનુકા અને મિલિંદ સાઠેએ રાજ્ય સરકારને આ મકાનો શાંતિપૂર્ણ રીતે ખાલી કરવા અને અરજદારોને પરત કરવાનો નિર્દેશ આપ્યો હતો.
કોર્ટે પોતાના આદેશમાં આ કામ આઠ સપ્તાહમાં કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે 93 વર્ષીય મહિલાની તરફેણમાં ચુકાદો આપતા ફ્લેટના વર્તમાન રહેવાસીઓની અરજી ફગાવી દીધી હતી.
મૂળ માલિક કોણ?
17 જુલાઈ 1946ના રોજ બોમ્બેના તત્કાલીન ગવર્નરે આ મિલકતના મૂળ માલિક અને ડિસોઝાના પિતા એચએસ ડીએસને ડિફેન્સ ઓફ ઈન્ડિયા રુલ હેઠળ લોડ નામના સરકારી કર્મચારીને આ મિલકત સોંપવાનો આદેશ આપ્યો હતો.
જો કે 24 જુલાઈ 1946ના રોજ કલેક્ટરે આ મિલકતોને “રિક્વિઝિશન”ના કાર્યક્ષેત્રમાંથી બાકાત કરી હતી. જોકે સૂચના બાદ પણ આ ફ્લેટનો કબજો એચએસ ડીએસને સોંપવામાં આવ્યો ન હતો. 21 જુન 2010ના રોજ આવાસ કન્ટ્રોલરે ફ્લેટના રહેવાસીઓને (લોડના પુત્ર મંગેશ અને પુત્રી કુમુદ ફોંડકર)ને બોમ્બે લેન્ડ રિક્વિઝિશન એક્ટ 1948 હેઠળ ફ્લેટ ખાલી કરવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યાં સુધીમાં લોડનું મૃત્યુ થઈ ગયું હતું.
આ પછી 26 ઓગસ્ટ 2011ના રોજ સંબંધિત (એપેલેટ ઓથોરિટી)એ પણ આ નિર્ણયને માન્ય રાખ્યો છે. દરમિયાન મંગેશ અને કુમુદના અવસાન પછી તેમના પૌત્રએ આ આદેશને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
કોર્ટે કહ્યું કે આ કેસમાં કોઈ યોગ્યતા નથી. ઉપરાંત કોર્ટે કહ્યું કે બોમ્બે લેન્ડ રિક્વિઝિશન એક્ટ 11 એપ્રિલ 1948ના રોજ અમલમાં આવ્યો. જ્યારે આ કેસ તે પહેલાનો છે. આ સ્થિતિમાં આ કાયદા હેઠળ તેની સુનાવણી કેવી રીતે થઈ શકે. આ મામલે કોર્ટે સુપ્રીમ કોર્ટના કેટલાક આદેશોનો પણ ઉલ્લેખ કર્યો છે.
Advertisement