મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં શનિવારે વહેલી સવારે બે ખાનગી બસો અથડાઈ હતી. આ અકસ્માતમાં બે મહિલા સહિત છ લોકોના મોત થયા હતા. આ દરમિયાન અન્ય 21 લોકો ઘાયલ થયા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ અકસ્માત બુલઢાણા જિલ્લાના મલકાપુર શહેરમાં એક ફ્લાયઓવર પર મોડી રાત્રે 2.30 વાગ્યે થયો હતો.
Advertisement
Advertisement
કેવી રીતે થયો અકસ્માત?
અધિકારીના જણાવ્યા અનુસાર અકસ્માતનો ભોગ બનેલી બસમાંથી એક બસ અમરનાથ યાત્રા બાદ હિંગોલી જઈ રહી હતી જ્યારે બીજી ખાનગી બસ નાસિક તરફ જઈ રહી હતી. બસે એક ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન સામેથી આવી રહેલી બીજી બસ તે બસ સાથે અથડાઈ હતી.
Maharashtra | Six passengers dead, 21 injured in collision between two buses in Buldana early morning today pic.twitter.com/oDj2I6Mc19
— ANI (@ANI) July 29, 2023
રસ્તા પર ટ્રાફિક જામ
અધિકારીએ જણાવ્યું કે બે મહિલાઓ સહિત છ લોકો માર્યા ગયા હતા અને 21 લોકો ઘાયલ થયા. જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અકસ્માતને કારણે થોડાક સમય માટે રોડ પરનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો,
Advertisement