ગાઝામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની બે તસવીરો છે. એક તસવીરમાં આપણને માત્ર મૃત્યુ જ દેખાય છે, જ્યારે બીજી તસવીરમાં લોકો ભૂખ, તરસ અને પ્રાથમિક સુવિધાઓના અભાવ સાથે સંઘર્ષ કરતા જોવા મળે છે. આ યુદ્ધના કારણે આજે લાખો લોકો રાહત શિબિરોમાં આવી જિંદગી જીવવા મજબૂર છે. આમાં બાળકો અને પુખ્ત વયના લોકોનો સમાવેશ થાય છે.
Advertisement
Advertisement
પરિસ્થિતિ એટલી ખરાબ છે કે સમસ્યા જોવા માટે કોઈ નથી
રાહત શિબિરોમાં મહિલાઓની સ્થિતિ સારી નથી. ગર્ભવતી મહિલાઓ સૌથી વધુ ડર અને મુશ્કેલીમાં જીવી રહી છે. તેમની કાળજી લેવાવાળું કે સાંભળનારું કોઈ નથી. નિવેન અલ-બારબરીને પણ આવી જ સમસ્યા છે. એક રિપોર્ટ અનુસાર, 33 વર્ષીય નિવેન અલ બારબરી તેના ગર્ભસ્થ બાળકને લીધે ડર લાગી રહ્યો છે. તેની આસપાસ થતાં દરેક ઈઝરાયેલી હુમલા પછી તેને પેટમાં દુખાવો શરુ થઈ જાય છે, પરંતુ તેની આ મુશ્કેલી જોવા માટે કોઈ નથી.
‘આશા છે કે હું અને બાળક સુરક્ષિત રહીએ’
અલ-બારબરીએ જણાવ્યું હતું કે તેને સગર્ભાવસ્થા સમયે થતો ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર છે, તેથી તે 7 ઓક્ટોબરના રોજ ઇઝરાયેલી આક્રમણ શરૂ થાય તે પહેલા સુધી નિયમિતપણે નિષ્ણાતની મુલાકાત લેતી હતી. પરંતુ બોમ્બ વિસ્ફોટોએ તેમને આ રીતે જીવવા માટે મજબૂર કરી દીધા છે. તેનો પરિવાર સાથે સંપર્ક તૂટી ગયો છે.
તે કહે છે, “મને આશ્ચર્ય થાય છે કે હું મારા બાળકને કેવી રીતે અને ક્યાં જન્મ આપીશ. બોમ્બ ગમે ત્યારે અને ગમે ત્યાં પડે છે. અમને ખબર નથી કે ક્યારે કોના ઘર પર બોમ્બ પડશે અને બધું ખતમ થઈ જશે. “હું માત્ર એવી આશા રાખું છું કે મારું બાળક સુરક્ષિત રહે.” આ સમસ્યા માત્ર અલ-બારબરી માટે જ નથી, પરંતુ તેના જેવી હજારો મહિલાઓ માટે છે જેઓ ગર્ભવતી છે અને ગર્ભાવસ્થાના છેલ્લા મહિનામાં છે
પેલેસ્ટાઈન ફેમિલી પ્લાનિંગ એન્ડ પ્રોટેક્શન એસોસિએશનના જણાવ્યા મુજબ, ગાઝામાં 37,000 થી વધુ સગર્ભાઓને આગામી મહિનાઓમાં વીજળી અથવા તબીબી પુરવઠા વિના જન્મ આપવાની ફરજ પડશે, જેનાથી સંભવિતપણે તેમનું જીવન જોખમમાં મૂકાશે. અબુ હતબે કહ્યું, “મને ગર્ભવતી સ્ત્રીઓના ડઝનેક ફોન આવ્યા જેમાં તેમણે જણાવ્યું કે તેઓ ઇન્સ્યુલિન અને હૃદય રોગથી પીડિત છે અને આરોગ્ય કેન્દ્રો સુધી પહોંચી શકે તેમ નથી. આરોગ્ય સંભાળ અને સારવારના અભાવને કારણે તેમનો જીવ જોખમમાં છે અને મૃત્યુ પણ થઈ શકે છે.
Advertisement