ગુરુવારને 11 મેના રોજ અમેરિકાના કેલિફોર્નિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.7 માપવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર કેલિફોર્નિયાના નોર્થ ભાગમાં ભૂકંપ આવ્યો છે. જોકે કોઈ જાનમાલના નુકસાનની બાબત સામે આવી નથી.
એએનઆઈના રિપોર્ટ અનુસાર પેસિફિક કોસ્ટ અને નેવાડાના અમુક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ઉપરાંત નોર્થ રાજ્યના અડધા ભાગમાં પણ ભૂકંપ જોવા મળ્યો હતો. જોકે શરુઆતમાં ભૂકંપની તીવ્રતા 5.7 નોંધવામાં આવી છે, પરંતુ તે પછી તેની તીવ્રતા 5.4 નોંધાઈ છે. બાદમાં ભૂકંપની તીવ્રતા 5.5 રહી હતી.
યુએસદીએસના અહેવાલો અનુસાર સેક્રામેન્ટોના ઉત્તર-પૂર્વમાં લગભગ 120 માઈલ દૂર અલ્માનોર તળાવ નજીક પૂર્વ કિનારે લગભગ 2.5 માઈલ દૂર આંચકા અનુભવાયા છે. નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશને તેના રિપોર્ટમાં જણાવ્યું તે, કેલિફોર્નિયામાં ભૂકંપ સંબંધિત ત્સુનામીની કોઈ ચેતવણી કે ખતરાની આશંકા નથી.
Advertisement