વૉશિંગ્ટન: એસ્ટેરોઇડ સાથે પૃથ્વીને બચાવવા માટે કરવામાં આવેલુ NASA નું ટેસ્ટિંગ સફળતાપૂર્વક પૂર્ણ થયુ છે. NASA એ પૃથ્વીને એસ્ટેરોઇડથી બચાવવા માટે એક ટેસ્ટ કર્યો હતો જેની હેઠળ સવારે 4 વાગીને 44 મીનિટ પર ડાર્ટ સ્પેસક્રાફ્ટ ડિમૉરફોસ નામના એક નાના એસ્ટેરોઇડ સાથે સફળતાપૂર્વક ટકરાયુ હતુ.
Advertisement
Advertisement
આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ગ્રહ સંરક્ષણ પ્રણાલી પૂર્ણ થઈ છે અને મિશન કોઈપણ અવરોધ વિના યોજના મુજબ ચાલ્યું. આ સાથે નાસાએ નવો રેકોર્ડ બનાવ્યો છે. ભવિષ્યમાં કોઈપણ લઘુગ્રહને ખતમ કરવા માટે તેનો લાભ લઈ શકાય છે.
નાસાના લાઇવસ્ટ્રીમમાં સ્પેસક્રાફ્ટ જેવો જ એસ્ટેરોઇડ સાથે ટકરાયુ તો વૈજ્ઞાનિક ઘણા ખુશ થઇ ગયા હતા અને તાળી પાડવા લાગ્યા હતા. ડાર્ટ મિશનના કોર્ડિનેશન લીડ નૈન્સી ચાબોટે કહ્યુ કે અમે જાણતા હતા કે તેની તસવીરો ઘણી શાનદાર હશે, પરંતુ આ આશા કરતા પણ વધીને છે, તેમણે કહ્યુ કે આ ઘણુ કઠિન હતુ. એક નાના એસ્ટેરોઇડ, જેને અમે જોયો નથી, તેને શાનદાર રીતે હિટ કરવો મોટી સિદ્ધિ છે.
નાસા ડાર્ટ પ્રોજેક્ટ દ્વારા આ શોધવા માંગતુ હતુ કે શું એસ્ટેરોઇડ પર સ્પેસક્રાફ્ટની ટક્કરનો કોઇ પ્રભાવ પડે છે કે નથી પડતો, તેનાથી તેની દિશા અને ઝડપ પર કોઇ અસર પડે છે કે નથી પડતો. વૈજ્ઞાનિકોનું માનવુ છે કે સ્પેસ ક્રાફ્ટની ટક્કરથી ડિમૉરફોસ પર અસર જરૂર પડે છે, તેમનું માનવુ છે કે આ ટક્કરથી એસ્ટેરોઇડને થોડો ધક્કો લાગ્યો હશે અને મોટા એસ્ટોરોઇડ ડિડિમોસના ચારે તરફ તેની કક્ષા સૂક્ષ્મ રીતે બદલાઇ હશે. પૃથ્વી અને અવકાશમાં ટેલીસ્કોપ આ પરિવર્તનનું માપ લેવા જઇ રહ્યુ છે.
નાસા લાઇવ સ્ટ્રીમના સંચાલક બિલ નેલ્સને કહ્યુ, “મારૂ માનવુ છે કે આ મિશનથી અમે શીખી શકીશુ કે એસ્ટેરોઇડથી આપણા ગ્રહની સુરક્ષા કેવી રીતે કરી શકાય. હું વાસ્તવમાં ઓબ્સજર્વેટરીમાં શું ચાલી રહ્યુ છે તેના વિશે જાણવા માટે ઉત્સુક છું જેથી અમે આ એસ્ટેરોઇડની કક્ષામાં થતા પરિવર્તનને શોધી શકીયે. આ મિશન સાથે અમે બતાવી રહ્યા છીએ કે ગ્રહોની રક્ષા એક વૈશ્વિક પ્રયાસ છે અને અમારા ગ્રહને બચાવવુ ઘણુ શક્ય છે.” આ મિશનથી એસ્ટેરોઇડની સ્થિતિમાં થયેલા બદલાવનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે.
Advertisement