ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આઠ વર્ષથી દેશની કમાન સંભાળી રહ્યા છે પરંતુ સોશિયલ મીડિયા પર આજે એક તસવીર શેર કરવામાં આવી રહી છે. ટ્વિટર પર Modi Archive નામના એકાઉન્ટથી પણ આ તસવીર શેર કરવામાં આવી છે. આ એકાઉન્ટ પરથી અન્ય તસવીરો પણ શેર કરવામાં આવી છે. જેમાં વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા, તે વાતોનો ઉલ્લેખ છે.
Advertisement
Advertisement
પીએમ મોદીની આ તસવીર 21 વર્ષ જૂની છે. આજે 7 ઓક્ટોબર છે. આજથી 21 વર્ષ પહેલા 2001માં સાત ઓક્ટોબરે મોદીએ પ્રથમ વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તે બાદથી તે સતત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને 12 વર્ષ 227 દિવસ સુધી આ પદ પર રહ્યા હતા. તે બાદ વડાપ્રધાન બન્યા હતા. વાયરલ થઇ રહેલી તસવીરમાં નરેન્દ્ર મોદીને ગુજરાતના તત્કાલીન રાજ્યપાલ સુંદર સિંહ ભંડારીએ મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. સ્ટેજ પર ગુજરાતના ચર્ચિત પોલીસ અધિકારી ડીજી વણજારા પણ હાજર છે. મુખ્યમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીએ તુરંત કામ શરૂ કર્યુ હતુ અને તેમણે વીડિયો પર 10 કલેક્ટરો સાથે વાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રી પદના શપથને વેબસાઇટ દ્વારા લાઇવ કરવામાં આવ્યુ હતુ.
સીધા મુખ્યમંત્રી બન્યા હતા નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદીને જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારે તે ગુજરાત વિધાનસભાના સભ્ય નહતા. મુખ્યમંત્રી બનવાના ચાર મહિના પછી જાન્યુઆરી, 2002માં તેમણે ગુજરાત વિધાનસભામાં જવા માટે રાજકોટ-2માંથી ચૂંટણી લડી હતી. તે બાદ તે ધારાસભ્ય બન્યા અને પછી 2002ની ચૂંટણી જીતીને ફરી મુખ્યમંત્રી બન્યા હતા.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાની ચૂંટણી કાર્યક્રમ 22 અથવા 26મી ઓક્ટોબરે થઇ શકે છે જાહેર
આ પહેલા 4 ઓક્ટોબર 2001માં નરેન્દ્ર મોદીને ગુજરાત વિધાયક દળના નેતા ચૂંટવામાં આવ્યા હતા, તે સમયે ત્યા ભાજપના દિગ્ગજ નેતા કુશાભાઇ ઠાકરે અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી મદનલાલ ખુરાનાની હાજરી હતી. નરેન્દ્ર મોદીના નામની જાહેરાત સમયે તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ પણ હાજર રહ્યા હતા.
વજુભાઇ વાળાએ ખાલી કરી હતી બેઠક
7 ઓક્ટોબર, 2001થી લઇને 7 ઓક્ટોબર 2022 સુધી નરેન્દ્ર મોદી સતત બંધારણીય પદ પર બન્યા રહ્યા હતા. મુખ્યમંત્રી તરીકે 12 વર્ષ 227 દિવસ અને હવે વડાપ્રધાન તરીકે કામ કરી રહ્યા છે. એક રસપ્રદ તથ્ય આ છે કે જ્યારે મુખ્યમંત્રી બનવા માટે નરેન્દ્ર મોદીના વિધાનસભાના સભ્ય બનવુ જરૂરી હતુ ત્યારે રાજકોટ વેસ્ટમાંથી ધારાસભ્ય વજુભાઇ વાળાએ તેમના માટે બેઠક ખાલી કરી હતી. જાન્યુઆરી, 2002માં રાજકોટ પશ્ચિમમાં ચૂંટણી યોજાઇ હતી. મુખ્યમંત્રી તરીકે ચૂંટણી લડેલા નરેન્દ્ર મોદીએ 57.32 ટકા મત મેળવતા 14 હજાર કરતા વધુ મતથી જીત મેળવી હતી.
Advertisement