સોમનાથ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી મહાશિવરાત્રિના પર્વએ સોમનાથ મહાદેવ મંદિરના શરણમાં પહોચ્યા હતા. આ દરમિયાન મીડિયા સાથે વાતચીત દરમિયાન લોકસભા ચૂંટણી અને મોદી સરકારને લઇને વાતચીત કરી હતી અને કહ્યુ કે લોકસભા ચૂંટણીમાં ભાજપ 400 બેઠક જીતશે અને નરેન્દ્ર મોદીની સરકાર બનશે.
Advertisement
Advertisement
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પત્ની અંજલીબેન સાથે સોમનાથ મંદિરના દર્શને પહોચ્યા હતા. અહી તેમણે પીએમ મોદીની સરકાર કાયમ માટે રહે તે માટે પ્રાર્થના કરી હતી. મીડિયા સાથે વાતચીત કરતા રૂપાણીએ કહ્યુ કે, આવનારી લોકસભા ચૂંટણીમાં ભાજપ 400 બેઠક જીતશે અને ફરી નરેન્દ્ર મોદીની સરકાર બનશે. આ સાથે જ કહ્યુ કે મોદી સરકારની દીર્ઘદ્રષ્ટીને કારણે ભારત વિશ્વગુરૂ બનશે.
પંજાબના પ્રભારી છે રૂપાણી
વિજય રૂપાણીને રાષ્ટ્રીય કક્ષાની મોટી જવાબદારી સોપવામાં આવી છે. રૂપાણી પંજાબ અને ચંદીગઢના પ્રભારી છે. પંજાબમાં અત્યારે આમ આદમી પાર્ટીની સરકાર છે. પંજાબમાં ચૂંટણીને હજુ ચાર વર્ષની વાર છે ત્યારે રૂપાણી પ્રભારી બનીને પંજાબ અને ચંદીગઢમાં ભાજપને મજબૂત કરવાનો પ્રયાસ કરશે.
Advertisement