નવી દિલ્હી: ભારતમાં મોટા પ્રમાણમાં નશાયુક્ત પ્રદાર્થો જપ્ત કરવામાં આવી રહ્યાં છે. આ જ કડીમાં દિલ્હી પોલીસે મુંબઈ બંદરેથી મોટા પ્રમાણમાં હેરોઈન જપ્ત કર્યું છે. ગુપ્ત સૂચનાના આધાર પર દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે મુંબઈમાં સ્થિતિ નાવા શેવા બંદર પરથી 20 ટન હેરોઈન જપ્ત કર્યું છે. દિલ્હી પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ હેરોઈનની આ અત્યાર સુધીની સૌથી મોટી ખેપ છે. નશાની આ ખેપની માર્કેટ વેલ્યૂ લગભગ ₹1725 કરોડ રૂપિયા આંકડવામાં આવી રહી છે. ડ્રગ્સની આટલી મોટી માત્રા જોઈને પોલીસપણ આશ્ચર્યમાં પડી ગઈ હતી. સૌથી મોટો પ્રશ્ન તે છે કે હેરોઈન આટલી મોટી માત્રામાં નાવા શેવા બંદર સુધી કેવી રીતે પહોંચી ગઈ?
Advertisement
Advertisement
દિલ્હી પોલીસે ડ્રગ્સ માફિયાઓના મોટા ખેલને નિષ્ફળ બનાવી દીધો છે. પોલીસે નશાની મોટી ખેપ ભારતમાં આવવાની ગુપ્ત સૂચના મળી હતી. તે પછી સ્પેશ્યલ સેલની એક ટીમે નાવા શેવા બંદરથી એક કન્ટેનર જપ્ત કર્યો છે. જ્યારે આની તપાસ શરૂ કરવામાં આવી તો પોલીસના પણ હોશ ઉડી ગયા હતા. ટીમે કન્ટેનરથી લગભગ 20 ટન હેરોઈન જપ્ત કરી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આંતરાષ્ટ્રીય માર્કેટમાં આની કિંમત લગભગ ₹1725 કરોડ છે. પોલીસના સમક્ષ સૌથી મોટો પ્રશ્ન તે છે કે નશાની આટલી મોટી ખેપને કોને મંગાવી હશે? સાથે જ તે પણ પ્રશ્ન ઉભો થવા લાગ્યો છે કે બધી જ રીતની સુરક્ષા વ્યવસ્થાઓ વચ્ચે નશાની ખેપ ભારતીય બોર્ડરમાં કેવી રીતે પ્રવેશી ગઈ? શું કોઈપણ સ્તર પર આની તપાસ કરવામાં આવી નથી?
કેટલાક દિવસો પહેલા જપ્ત કરવામાં આવી હતી 1200 કરોડનું ડ્રગ્સ
દિલ્હી પોલીસે કેટલાક દિવસો પહેલા જ 1200 કરોડ રૂપિયાની હેરોઈન જપ્ત કરી હતી. સ્પેશ્યલ સેલે બે અફઘાન નાગરિકોની ધરપકડ કરીને નાર્કો ટેરરના મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવી દીધો છે. હવે ગુપ્ત સૂચનાના આધાર પર મુંબઈ સ્થિત નાવા શેવા બંદર પરથી 1725 કરોડ રૂપિયાની કિંમતનો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. પૂછપરછમાં અફઘાન નાગરિકે ખુલાસો કર્યો હતો કે મુંબઈ પોર્ટ પર એક કન્ટેનરમાં ડ્રગ્સ મૂકવાાં આવેલું છે. આ સૂચનાઓના આધાર પર દિલ્હી પોલીસ સ્પેશ્યલ સેલની ટીમે તપાસ કરીને મુંબઈ પહોંચી હતી, જ્યાં 20 ટન હેરોઈન મળ્યું હતું.
Advertisement