નાગાલેન્ડ: સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહેનાર નાગાલેન્ડના મંત્રી તેમજેન ઇમના અલોંગ (Temjen Imna Along) પોતાના ફની ટ્વિટના કારણે સમાચારોમાં ચમક્તા રહે છે. હાલમાં જ તેમને પોતાના ટ્વિટર હેન્ડલ પર એક તસવીર શેર કરતાં એક પોસ્ટ ટ્વિટ કરી છે, જેમાં તેઓ સ્માઇલ કરતાં નજરે પડી રહ્યાં છે. તસવીરને જોતા અંદાજો લગાવી શકાય છે કે મંત્રી કોઈ કાર્યક્રમમાં છે. તસવીરમાં તેઓ પોતાના બાજુમાં બેસેલા એક વ્યક્તિની વાત સાંભળીને હસતા નજરે પડી રહ્યાં છે. તેઓ મંત્રીના ઠિક પાછળવાળી પંક્તિમાં બેસેલા ત્રણ લોકોના ચહેરાઓ પર હાસ્ય નહતું.
Advertisement
Advertisement
મંત્રી તેમજેન ઇમના અલોંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના ટ્વિટર હેન્ડલથી શેર કરવામાં આવેલ આ પોસ્ટમાં ફોટો શેર કર્યો છે. ફોટો શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે, જીવન નાનું છે, મુસ્કુરાઓ, જ્યારે તમારા પાસે હજી પણ દાંત છે. આ પાછળના ત્રણ સજ્જનો પર લાગુ થતું નથી. આ સાથે જ તેમને ઇમોજી પણ શેર કર્યા છે. રાજ્ય સરકારમાં ઉચ્ચ શિક્ષા અને આદિવાસી બાબતો સંભાળવાની સાથે નાગાલેન્ડ બીજેપીના સ્ટેટ પ્રેસિડેન્ટના આ ટ્વિટ પર સોશિયલ મીડિયા યૂઝર્સે પણ પોતાની અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે.
Life is short, smile while you still have teeth. 😜
जीवन छोटा है, मुस्कुराओ जबकि आपके पास अभी भी दांत हैं।
यह पीछे के तीन सज्जनों पर लागू नहीं होता है।🤨 pic.twitter.com/wY1xh0Q3du
— Temjen Imna Along (@AlongImna) October 1, 2022
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ પોસ્ટ પર યુઝર્સ અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. આ પોસ્ટ પર અત્યાર સુધીમાં 42 હજારથી વધુ લાઈક્સ આવી ચૂક્યા છે, જ્યારે 3 હજારથી વધુ લોકોએ આ પોસ્ટને રિટ્વીટ કરી છે. એક યુઝરે લખ્યું, ‘ જ્યારે તમારી પાસે દાંત નથી અને તમે હસો છો, તો તે વધુ સારું છે, કારણ કે તે પછી અન્ય લોકો પણ તમારી સાથે હસવા લાગે છે.’
Advertisement