મુંબઇ: મુંબઇ પોલીસે કુર્લામાં એક એવા વ્યક્તિનો જીવ બચાવ્યો છે જેને ઓનલાઇન સર્ચ કરીને આત્મહત્યા કરવાની રીત શોધી હતી.
Advertisement
Advertisement
25 વર્ષીય વ્યક્તિ ‘દર્દ વગર આત્મહત્યા કેવી રીતે કરાય’ તેના વિશે ગૂગલ પર સર્ચ કરી રહ્યો હતો. જેની જાણકારી અમેરિકન કાયદા પ્રવર્તન એજન્સીએ એલર્ટના માધ્યમથી મુંબઇ પોલીસને આપી હતી.
US નેશનલ સેન્ટ્રલ બ્યૂરો ઇન્ટરપોલ દ્વારા IP એડ્રેસ અને સ્થળ જેવી મહત્વપૂર્ણ જાણકારી શેર કરવામાં આવી હતી જે પછી મુંબઇ પોલીસે યુવકને બચાવી લીધો હતો.
દેવાથી પરેશાન થઇને આત્મહત્યા કરવા માંગતો હતો યુવક
મળતી માહિતી અનુસાર, યુવક જોગેશ્વરી વિસ્તારમાં રહે છે. તે એક IT કંપનીમાં એન્જિનિયર છે, તેને શિક્ષણ, ઘર અને અન્ય જરૂરતો માટે ઘણુ દેવુ લીધુ હતુ, જેનાથી તે પરેશાન હતો અને ડિપ્રેશનમાં જતો રહ્યો હતો, માટે તેને આત્મહત્યા કરવાનું વિચાર્યુ હતુ.
યુવકને મુંબઇ પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે લઇને આવી હતી અને તેની કાઉન્સેલિંગ કરાવી હતી. યુવક બેથી ત્રણ વખત આત્મહત્યાનો પ્રયાસ કરી ચુક્યો છે, મુંબઇ પોલીસે યુવકને તેના માતા-પિતાને સોપી દીધો છે.
Advertisement