નવી દિલ્હી: ભારતીય ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીને ગૃહ મંત્રાલયે Z પ્લસ સિક્યુરિટી આપવાનો નિર્ણય કર્યો છે. તાજેતરમાં મુકેશ અંબાણીને ધમકી આપવામાં આવી હતી જે બાદ ગૃહ મંત્રાલયે તેમની સુરક્ષા વધારવાનો નિર્ણય કર્યો છે. ગૃહ મંત્રાલયે ઇન્ટેલીજન્સ ઇનપુટ પછી મુકેશ અંબાણીની સુરક્ષા વધારવાનો નિર્ણય કર્યો છે. ખતરાની ગંભીરતાને આંકતા ગૃહ મંત્રાલયે અંબાણીને Z પ્લસ સિક્યુરિટી આપી છે.
Advertisement
Advertisement
આ પહેલા મુકેશ અંબાણીને Z શ્રેણીની સુરક્ષા આપવામાં આવી હતી. ગત વર્ષે અબજપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયા બહાર બોમ્બ વિસ્ફોટ બાદ ગૃહ મંત્રાલય ઉદ્યોગપતિઓની સુરક્ષાને મજબૂત કરવા પર ચર્ચા કરી રહ્યુ હતુ.
ખતરાનું આકલન કર્યા બાદ, સુરક્ષા શ્રેણીને પાંચ ગ્રુપમાં વહેચવામાં આવે છે અને એક વ્યક્તિને સોપવામાં આવે છે. X,Y,Z,Z+,SPG અને અન્ય સુરક્ષા વર્ગીકરણ પણ છે. એવી સુરક્ષા વીઆઇપી અને વીવીઆઇપી, એથલીટો, મનોરંજન કરનારા અને અન્ય હાઇ પ્રોફાઇલ અથવા રાજકીય હસ્તીઓ માટે ઉપલબ્ધ છે.
સુરક્ષા કવર કેવી રીતે આપવામાં આવે છે?
ભારતમાં માન્યતા પ્રાપ્ત વ્યક્તિઓને ઝેડ પ્લસ સુરક્ષા કવર આપવામાં આવે છે. દેશા એવા લોકો જેમનું જીવન તેમના કામ અથવા તેમની લોકપ્રિયતાને કારણે ખતરામાં હોય છે. ભારતીય જાસુસી એજન્સીના તેના વિશે તપાસ કર્યા બાદ ગૃહ મંત્રાલયને રિપોર્ટ મોકલે છે. જાસુસી વિભાગની આપવામાં આવેલી રિપોર્ટના આધાર પર તેમણે દેશમાં વર્તમાન અસામાજિક તાકાતોથી ખતરો હોય છે તો તેમણે બચાવવા માટે કેટલાક પ્રકારની સુરક્ષા આપવામાં આવે છે.
જાણો શું છે Z+ સુરક્ષા? કોને મળે છે સિક્યુરિટી
Z+ સિક્યુરિટી સુરક્ષાનો બીજો ઉચ્ચ સ્તર છે. આ સુરક્ષા કવરેજમાં 55 લોકોની ટીમ હોય છે જે કોઇ ગણમાન્ય હસ્તીની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવે છે. જેમાં 10+ એનએસજી કમાન્ડો અને પોલીસ અધિકારી સામેલ છે. દરેક કમાન્ડો માર્શલ આર્ટનો જાણકાર અને વગર કોઇ હથિયારના યુદ્ધ લડવામાં પારંગત હોય છે. આ સુરક્ષા ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય નાણા મંત્રી અને અન્ય જેવા ગણમાન્ય વ્યક્તિઓને આપવામાં આવી છે.
Advertisement