મુંબઇ: બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણી અને આનંદ પીરામલે જુડવા બાળકોને જન્મ આપ્યો છે. અંબાણી પરિવાર અને પીરામલ પરિવાર તરફથી જાહેર સૂચનામાં કહેવામાં આવ્યુ કે ઇશા અંબાણીએ 19 નવેમ્બર 2022માં જુડવા બાળકોને જન્મ આપ્યો છે,જેમાં એક દીકરી અને એક દીકરો છે. અંબાણી પરિવારે લોકો સાથે આ ખુશી શેર કરવા માટે પ્રેસ રિલીઝ જાહેર કરી છે.
Advertisement
Advertisement
પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યુ કે અમને એમ જણાવતા ખુશી થઇ રહી છે કે અમારા બાળક ઇશા અને આનંદને 19 નવેમ્બર 2022માં ભગવાને જુડવા બાળકોનો આશીર્વાદ આપ્યો છે. ઇશા અને બાળક, બાળકી આદિયા અને બાળક કૃષ્ણા સારા છે. અમે આદિયા, કૃષ્ણા, ઇશા અને આનંદ માટે તેમના જીવનના આ સૌથી મહત્વપૂર્ણ ક્ષણમાં પોતાનો આશીર્વાદ અને શુભકામનાઓ પાઠવીએ છીએ.
12 ડિસેમ્બર 2018માં ઇશા અંબાણીના મુંબઇમાં આનંદ પીરામલ સાથે લગ્ન થયા હતા, તેમના લગ્નને ભારતમાં સૌથી ભવ્ય લગ્ન માનવામાં આવે છે. અંતે સિંગિંગ સેસેશન બિયૉન્સેએ આ ગ્રેન્ડ અફેયરમાં પરફૉર્મ કર્યુ હતુ. આ દરમિયાન દેશે બચ્ચન પરિવારને સ્ટેજ પર નાચતા જોયા હતા. જોકે, ભવ્ય વ્યવસ્થાઓ સિવાય આ ઇશાના વેડિંગ લુક હતો, જેને હજુ પણ ઘણા લોકો પસંદ કરે છે.
Advertisement