ગુજરાત એક્સક્લૂઝિવ: હવામાન વિભાગે દેશના અનેક રાજ્યોમાં રવિવારે ભારે અત્યંત ભારે વરસાદની ચેતવણી આપતા ઓરેન્જ એલર્ટ આપ્યો છે. હવામાન વિભાગે વૈજ્ઞાનિક આરકે જેનામણિએ જણાવ્યું કે, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાનના વિસ્તારોમાં રવિવારે અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે આને લઈને ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
Advertisement
Advertisement
દિલ્હી એનસીઆરમાં શનિવારે દિવસ ભર વરસાદ થયો હતો. હવામાન વિભાગ અનુસાર, મૌસમ વિભાગ અનુસાર આ આગાહી આગામી 24 કલાક સુધી રહેશે. તે ઉપરાંત દેશના પહાડી રાજ્યોની સાથે ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ વરસી શકે છે.
ગુજરાતમાં પણ પાછલા બે દિવસથી વરસાદ થઇ રહ્યો છે. તો હવામાનની આગાહી પ્રમાણે રવિવારે ગુજરાતમાં પણ હળવો વરસાદ થવાની શક્યતાઓ જોવાઇ રહી છે. ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં પાછલા બે દિવસથી અનેક જગ્યાએ ભારે વરસાદ થયો છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં ત્રણ ઈંચથી વધારે વરસાદ થતાં ખેડૂતોને પણ ભારે નુકશાન થયું છે.
Advertisement