મીડિયા કિંગ રુપર્ટ મર્ડોકે 5મી વખત લગ્નની જાહેરાત કરીને બધાંને ફરી અચંબામાં પાડી દીધા છે. . ત મર્ડોકે પાર્ટનર એન લેસ્લી સ્મિથ સાથે સગાઈની જાહેરાત કરી છે. લેસ્લી પોલીસ અધિકારીઓ માટે કાઉન્સેલિંગનું કામ કરતી હતી. લગ્નની જાહેરાતથી લોકો એટલા માટે હેરાન છે કારણ કે મર્ડોક 92 વર્ષના છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકાના કેલિફોર્નિયામાં એક ઈવેન્ટ દરમિયાન તેમની મુલાકાત 66 વર્ષીય લેસ્લી સાથે થઈ હતી. ન્યૂયોર્ક પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે, ‘મને પ્રેમમાં પડવાનો ડર લાગતો હતો. જોકે મને ખબર હતી કે તે મારો છેલ્લો પ્રેમ હશે અને તેમાં મને મજા આવશે અને તેથી હું ખુશ છું.’ મર્ડોક ગયા વર્ષે જ તેમની ચોથી પત્ની જેરી હોલથી અલગ થઈ ગયા છે. બીજી તરફ, લેસ્લી સ્મિથ વિશે તેમણે કહ્યું કે તેને પ્રપોઝ કરતી વખતે તે નર્વસ હતા. તેમની પાંચમી પત્ની લેસ્લીના પતિનું મોત થઈ ગયું છે. તે એક ગાયિકા છે અને રેડિયો ટીવી એક્ઝિક્યુટિવ તરીકે પણ કામ કરતાં હતા
Advertisement
Advertisement
Advertisement