ન્યૂયોર્ક: અમેરિકાના વર્જીનિયામાં ગોળીબારની ઘટના સામે આવી છે. ચેસાપીક સ્થિત વૉલમાર્ટના મેનેજરે ગોળીબાર શરૂ કર્યો હતો. આ ઘટનામાં 10 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોચી ગઇ હતી. જોકે, ગોળીબાર સમયે સ્ટોરમાં કેટલાક કર્મચારી પણ હાજર હતા.
Advertisement
Advertisement
પોલીસે જાણકારી આપી છે કે બૈટલફીલ્ડ બુલેવાર્ડના વૉલમાર્ટમાં ગોળીબાર કરનાર શંકાસ્મદ માર્યો ગયો છે. હજુ સુધી આ સ્પષ્ટ થઇ શક્યુ નથી કે ઘટનામાં કેટલા લોકોના મોત થયા છે. પોલીસ પ્રવક્તાએ કહ્યુ કે 10થી વધારે લોકોના મોત નથી થયા, તેમણે કહ્યુ, આ સ્પષ્ટ નથી કે શૂટર કર્મચારી હતો. શૂટરનું મોત થઇ ગયુ છે. અધિકારી પીડિતોની તપાસ માટે વૉલમાર્ટ સુપર સેન્ટર જઇ રહ્યા છે.
ઘટનાની જાણ થતા જ વૉલમાર્ટ આઉટલેટ પર 40થી વધારે ઇમરજન્સી વાહન પહોચી ગયા હતા. પોલીસ વિભાગના પ્રવક્તા લિયો કોસિંસ્કીનું કહેવુ છે કે જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોચી, તો ત્યા ગોળીબારની સ્થિતિ નહતી.
Advertisement