ઈન્ડોનેશિયામાં શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. સમાચાર એજન્સી એએફપીએ સ્થાનિક અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે આ ભૂકંપના કારણે ઓછામાં ઓછા 44 લોકોના મોત થયા છે અને 300થી વધુ લોકો ઘાયલ થયા છે. ઈન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવામાં સોમવારે ભૂકંપ આવ્યો હતો.
Advertisement
Advertisement
સિયાનજુર વહીવટીતંત્રના વડા હરમન સુહરમને મેટ્રો ટીવીને જણાવ્યું હતું કે “હવે મને જે માહિતી મળી રહી છે તે એ છે કે આ હોસ્પિટલમાં જ લગભગ 44 લોકોનાં મોત નીપજ્યાં છે અને ઓછામાં ઓછા 300 લોકોની સારવાર કરવામાં આવી રહી છે. તેમાંથી મોટાભાગના લોકો બિલ્ડિંગના કાટમાળ નીચે દટાઈ જવાને કારણે તૂટેલા હાડકાંને કારણે અહીં લાવવામાં આવ્યા હતા.
Another video #Indonesia ?? Widespread damage and chaos in #Cianjur from 5.6 Magnitude #earthquake in West #Java.
Two people died and four injure.TELEGRAM JOIN ? https://t.co/anmxTr9HCh pic.twitter.com/LU8SOiBJaa
— Top Disaster (@Top_Disaster) November 21, 2022
ઈન્ડોનેશિયામાં આવેલા ભૂકંપના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર આવી રહ્યા છે. આ ઇન્ડોનેશિયાના સિઆનજુરમાં 5.6 તીવ્રતાના ભૂકંપ પછી થયેલા નુકસાનને બતાવ્યું છે.
#BREAKING Earthquake shakes buildings in Indonesian capital: @AFP pic.twitter.com/1IRze7PrSi
— AFP News Agency (@AFP) November 21, 2022
સમાચાર એજન્સી એએફપીએ સ્થાનિક અધિકારીઓને ટાંકીને આ વાત કરી છે. USGS અનુસાર, રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.4 આંકવામાં આવી છે.
Advertisement