ભોપાલ: મધ્ય પ્રદેશના રીવા નજીક નેશનલ હાઇવે-30 પર એક અકસ્માતમાં 15 લોકોના મોત થયા હતા જ્યારે 40 મુસાફર ઘાયલ થયા છે. બસ અને ટ્રક વચ્ચે આ અકસ્માત થયો હતો. 40 ઘાયલમાંથી 20ને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રીવાના એસપી નવનીત ભસીને જણાવ્યુ કે બસ હૈદરાબાદથી ગોરખપુર જતી હતી. બસમાં સવાર તમામ લોકો યૂપીના હતા.
Advertisement
Advertisement
બસ અને ટ્રકની ટક્કર એટલી જોરદાર હતી કે બસમાં સવાર 12 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. દૂર્ઘટના બાદ અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યા તેમની સારવાર દરમિયાન ત્રણ અન્ય લોકોએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે કેટલાક લોકોને પ્રયાગરાજ રેફર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, બસમાં આશરે 70થી વધારે મુસાફરો હતા. ઘાયલોમાં મોટાભાગના મજૂર છે, તમામ દીવાળી મનાવવા માટે ઘરે પરત ફરતા હતા.
આ દૂર્ઘટના રીવા નજીક નેશનલ હાઇવે-30 પર બની હતી. સોહાગી પહાડીથી ઉતરતા સમયે બસ આગળ જઇ રહેલા ટ્રકની પાછળ ઘુસી ગઇ હતી. દૂર્ઘટનાસ્થળે પર પહોચેલી સોહાગી પોલીસે બસમાં ફસાયેલા મુસાફરોને રેસક્યૂ કર્યુ હતુ. ગંભીર ઘાયલોને એમ્બ્યુલન્સથી હોસ્પિટલ પહોચાડવામાં આવ્યા હતા.
Advertisement