સતત વધી રહેલા શહેરીકરણને કારણે અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે, જેમાં સૌથી મોટી સમસ્યા છે ‘વેસ્ટ’. શહેરોમાં દરરોજ ખાદ્ય અને અખાદ્ય વસ્તુઓનો કરોડો ટન કચરો એકઠો થાય છે તેનું યોગ્ય મેનેજમેન્ટ કરવું મ્યુનિસિપલ માટે માથાના દુખાવા સમાન છે. પરંતુ ગુજરાતના વડોદરા શહેરે એક નવતર પહેલ હાથ ધરી છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ચાર ઝોનમાં હાલ ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટ મશીન મૂકવામાં આવ્યા છે. ખંડેરાવ શાક માર્કેટ, ગોરવા, ઈન્દ્રપુરી અતિથિગૃહ અને સયાજીપુરા ખાતે આવા વેસ્ટ કન્વર્ટર મૂકવામાં આવ્યા છે, જેમાં શાકભાજી અને ફળફળાદિનો વેસ્ટ નાખવાથી ત્રણચાર દિવસના પ્રોસેસ પછી તેમાંથી ઓર્ગેનિક વેસ્ટ બને છે. જેનો ઉપયોગ કોર્પોરેશનના બાગ બગાચીમાં અને લોકો ઘરે છોડ ઉછેરે છે તેમાં પણ થઈ શકશે.
આ એક મશીનની ક્ષમતા ૫૦૦ કિલોની છે. ધીમે-ધીમે શહેરના બીજા વિસ્તારોમાં પણ ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મશીન મૂકવામાં આવશે, તેમ જાણવા મળ્યું છે. કોર્પોરેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ અને ગાર્ડન શાખા તેમજ માર્કેટ શાખાના અધિકારીઓએ આ મશીનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું
Advertisement