કેરીના ઉત્પાદનમાં આ વર્ષે બમ્પર વધારો જોવા મળ્યો છે. કેરીની સિઝનની શરુઆત થાય તે પહેલાં બાગાયત વિભાગે સર્વેનું તારણ એવું હતું કે કેરીના ઉત્પાદનમાં 30થી 35 ટકા જેટલો વધારો થશે.
પરંતુ કમોસમી વરસાદના કારણે કેરીના પાકને નુકસાન પણ ખૂબ થયું છે પરંતુ એકંદરે જૂનાગઢ અન તાલાલા માર્કેટિંગ યાર્ડમાં ગત વર્ષની સરખામણીમાં કેરીના બોક્સની આવકમાં અત્યાર સુધીમાં પાંચ ગણો વધારો થયો છે.
જૂનાગઢ-ગીર સોમનાથ, અમરેલી જિલ્લો કેસર કેરીના ઉત્પાદનમાં મોખરે છે. પરંતુ ભારે વરસાદ, પવન સાથે વાતાવરણમાં આવેલા બદલાવને કારણે કેરીના ફ્લાવરિંગ સમયે ખૂબ મોટું નુકસાન જોવા મળ્યું છે એટલે કેરીના ઉત્પાદનમાં 35 ટકાના સંભવિત વધારામાં 15થી 20 ટકા ઓટ આવી છે અને કેરીના ફળને નુકસાન થયું છે તે સરકારી આંકડાઓ દર્શાવે છે.
કેરીનું સૌથી મોટું વેચાણ કરતા જૂનાગઢ અને તાલાલા માર્કેટિંગ યાર્ડમાં ગત વર્ષ કરતા આ વર્ષે કેરીની આવક ખૂબ મોટી નોંધાઈ છે.
ઉનાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળતાં કેરીના પાકનાં નવા રોગ, જીવાત, બગાડ જોવા મળી રહ્યો છે. થોડા દિવસ વરસાદ અને બાદમાં સિવીયર હિટવેવ કારણે આંબાવડીયું ધરાવતા ખેડૂતોને કેરીના ઉત્પાદનમાં ખૂબ મોટો બગાડ થવાથી નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
Advertisement