સંસ્કારી નગરી વડોદરામાં રોજિંદા જીવનમાં થતા ઘરેલું કચરાના નિકાલ માટે ડોર ટુ ડોર ગાર્બેજ વેસ્ટ કલેક્શન સિસ્ટમ ચાલી રહી છે ત્યારે વીએમસી દ્વારા સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત શહેરમાં કચરાના ઓપન સ્પોટના ન્યુસન્સ નાબૂદ કરવા ૫.૬૮ કરોડના ખર્ચે સ્માર્ટ અંડરગ્રાઉન્ડ વેસ્ટ કલેક્શન સિસ્ટમ શરૃ કરવામાં આવશે. સ્માર્ટ અન્ડરગ્રાઉન્ડ વેસ્ટ કલેક્શન સિસ્ટમને અમલમાં મૂકનાર વડોદરા, ગુજરાતમાં સુરત બાદ બીજું શહેર બનશે. કોમર્શિયલ વિસ્તારમાં હાલના કન્ટેનરની જગ્યાએ ક્ષમતા ધરાવતા સ્માર્ટ અન્ડરગ્રાઉન્ડ બનીને તમામ ઝોનમાં વિવિધ ૪૦ જગ્યાએ ઇન્સ્ટોલેશન કરી અને સ્માર્ટ વેસ્ટ કલેક્શન સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે. સ્માર્ટ અંડરગ્રાઉન્ડ વેસ્ટ કલેક્શન સિસ્ટમનું ખાતમૂહુર્ત બરાનપુરા નાકા ખાતે કરવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેનના કહેવા મુજબ સ્માર્ટ અંડરગ્રાઉન્ડ વેસ્ટ કલેક્શન સિસ્ટમ સેન્સર અને સોફ્ટવેરથી સુસજ્જ છે અને તે કન્ટેનરમાં કચરાના સ્તરને ટ્રેક કરવાનું કામ કરશે. જ્યાકે કન્ટેનર તેની મહત્તમ ક્ષમતા સુધી ભરાઇ જશે ત્યારે સિસ્ટમ કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરને એલર્ટ મોકલશે. આ પદ્ધતિથી ઓપન ન્યુસન્સ સ્પોટની નાબૂદી થશે અને કચરાનું વ્યવસ્થિત રીતે કલેક્શન કરી નિકાલ કરશે. રખડતા પ્રાણીઓ દ્વારા કચરા દ્વારા કરાતી ગંદકી બંધ થશે. જુલાઇ સુધીમાં હાઇડ્રોલિક અંડરગ્રાઉન્ડ ડસ્ટ બિન મુકવાની કામગીરીનું સંપૂર્ણ કામ પૂર્ણ થશે અને શહેરીજનોને તેનાથી સીધો લાભ મળશે.
Advertisement
Advertisement
Advertisement