અમદાવાદઃ વડાપ્રધાન મોદી આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. તેમની મુલાકાતથી રાજ્યમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે અને ગાંધીનગરમાં રાજભવન ખાતે બેઠકોનો દોર શરૂ થયો છે. પીએમ મોદી ગાંધીનગરમાં જ રાત્રિ રોકાણ કરશે. તેઓ બપોરે ત્રણ વાગ્યે ગાંધીનગર પહોંચશે. આ દરમિયાન તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાશનાથન અને અન્ય ટોચના નેતાઓ સાથે બેઠક કરશે.
Advertisement
Advertisement
SOUમાં સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. જેમાં તેમણે આજે અંબાજી ખાતે દર્શન કર્યા બાદ ખેરાલુમાં જનસભાને સંબોધી હતી. ત્યારબાદ ખેરાલુમાં વિકાસ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું હતું. પી એમ મોદી આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ મુલાકાત લેશે. તેઓ રાષ્ટ્રીય એકતા દિવસ પર સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપશે અને પછી તાલીમાર્થી અધિકારીઓને સંબોધશે.
એકતાનગરમાં 100 કરોડના ખર્ચે વિઝિટર સેન્ટર બનાવવામાં આવશે.
PM મોદી SOU પાસે કમલમ પાર્કનું પણ ઉદ્ઘાટન કરશે. તે સાથે જ એકતા નગરમાં 100 કરોડના ખર્ચે વિઝિટર સેન્ટર બનાવવામાં આવશે. જ્યારે પીએમ મોદીએ અંબાજી મંદિરમાં પૂજા-અર્ચના કર્યા હતા અને દર્શન કર્યા હતા. PM મોદીના અંબાજી આગમન પહેલા 900 દીવાઓની મહા આરતી કરવામાં આવી હતી. PM મોદીએ અંબાજી મંદિરમાં સૌથી મોટા શ્રીયંત્રનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીનું આદિવાસી પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું. મંડળી અને સનાલી ગામના લોકોએ નૃત્ય અને સ્તુતિ સાથે તેમનું સ્વાગત કર્યું હતું. PM મોદીની અંબાજી મુલાકાતના કારણે સરહદ પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ છે પીએમ મોદીનો કાર્યક્રમ
વડાપ્રધાનના નિર્ધારિત કાર્યક્રમ મુજબ તેઓ આજે સવારે 10.30 કલાકે અંબાજી મંદિર પહોંચ્યા હતા અને ત્યાં પૂજા અર્ચના કર્યા હતા. ત્યાંથી તેઓ બપોરે 12 વાગ્યે મહેસાણા જિલ્લાના ડભોડા ગામમાં ઉત્તર ગુજરાતના 6 જિલ્લાઓ – અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર અને પાટણ તેમજ મહીસાગર જિલ્લાને આવરી લેતી રૂ. 5,950 કરોડની વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. તેમણે અહીં એક જનસભાને પણ સંબોધી હતી. ત્યાર બાદ તેઓ રાત્રી આરામ માટે ગાંધીનગરમાં રાજભવન પહોંચશે. બીજા દિવસે એટલે કે આવતીકાલે 31 ઓક્ટોબરે તેઓ યુનિટી સ્ટેચ્યુ ખાતે વાર્ષિક સરદાર જયંતિના કાર્યક્રમમાં ભાગ લેશે અને ત્યાંથી બપોરે બે વાગ્યે વડોદરા થઈને દિલ્હી પરત ફરશે.
Advertisement