દિલ્હીઃ બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી પછી લાલૂ યાદવની પૂછપરછ કરવા માટે સીબીઆઈ મીસા ભારતીના દિલ્હીના નિવાસસ્થાને પહોંચી ગઈ છે. સિંગાપુરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવીને લાલૂ યાદવ ભારત પાછા આવી ગયા છે અને હાલ તેમની પુત્રી સાથે દિલ્હીમાં જ રહે છે. આ તપાસ આઈઆરસીટીસી કૌભાંડ એટલે કે નોકરી આપીને જમીન લઈ લેવાના કેસમાં કરવામાં આવી રહી છે. આ અગાઉ સીબીઆઈએ ગઈકાલે પટણામાં રાબડી દેવીની પણ ચાર કલાક સુધી પૂછપરછ કરી હતી.
Advertisement
Advertisement
સીબીઆઈએ નોકરીના બદલામાં જમીન કૌભાંડની તપાસ માટે લાલૂને બોલાવ્યા હતા. આ કેસમાં કથિત સંડોવણી અંગે સીબીઆઈ આજે દિલ્હીમાં લાલૂ પ્રસાદની પૂછપરછ કરી રહી છે. સીબીઆઈની એક ટીમ તેમની પૂછપરછકરવા માટે દિલ્હીમાં મીસા ભારતીના દિલ્હીના નિવાસસ્થાને પહોંચી છે.
એક દિવસ અગાઉ રાબડી દેવીની પણ પૂછપરછ થઈ
સીબીઆઈની એક ટીમ ગઈકાલે સવારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને લાલૂ યાદવના પત્ની રાબડી દેવીના ઘરે પહોંચી હતી. રાબડી દેવીની લગભગ ચાર કલાક સુધી પૂછપરછ કર્યા પછી ટીમ તેમના નિવાસસ્થાનેથી નીકળી હતી. મીડિયાએ સીબીઆઈના અધિકારીઓ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો. આ કેસમાં તેમની પુત્રી મીસા સહિત 14 લોકો આરોપી છે. આ કેસમાં લાલૂપ્રસાદ, તેમના પત્ની રાબડી દેવી અને પુત્રી મીસાને આગામી 15 માર્ચે કોર્ટ સમક્ષ હાજર રહેવા જણાવાયું છે.
Advertisement