કોચ્ચિ: કેરળના એક ટ્રાન્સજેન્ડર કપલે સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સને સારા સમાચાર આપ્યા છે. આ કપલનુ નામ જિયા અને જહાદ છે, તેમણે પોતાની પ્રેગનન્સીની જાહેરાત કરી છે. આ સાથે જ તેમણે કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોને જોયા બાદ સોશિયલ મીડિયા યૂઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે. જાણકારી અનુસાર, આ કપલ 3 વર્ષથી કેરળના કોઝિકોડમાં સાથે રહે છે. દેશમાં પ્રથમ વખત એવુ બનવા જઇ રહ્યુ છે જ્યારે કોઇ ટ્રાન્સજેન્ડર પ્રેગનન્ટ થયુ છે.
Advertisement
Advertisement
જિયાએ પોતાના ઇંસ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખ્યુ કે હું જન્મ અથવા શરીરથી મહિલા નથી. મારી અંદર એક મહિલાનું સ્વપ્ન હતુ કે એક બાળક મને માં કહે, અમે 3 વર્ષથી સાથે છીએ. જહાદનું સ્વપ્ન હતુ કે કોઇ તેને પિતા કહે, આજે તેની પુરી સહમતિથી તેના પેટમાં 8 મહિનાનો જીવ છે.
ટ્રાન્સજેન્ડર કપલે ઝેન્ડર રિઅસાઇનમેન્ટ સર્જરીનો સહારો લીધો હતો. જિયાનો જન્મ પુરૂષના રૂપમાં થયો હતો પરંતુ તે મહિલા બની ગઇ હતી. જ્યારે જહાદનો જન્મ મહિલાના રૂપમાં થયો હતો પરંતુ બાદમાં પુરૂષ બનવાનો નિર્ણય કર્યો હતો. કહેવામાં આવે છે કે સર્જરી દરમિયાન તેના ગર્ભાશય અને કેટલાક અન્ય અંગોને કાઢવામાં આવ્યા નહતા.
ઇંસ્ટાગ્રામ યૂઝર્સ પ્રેગનન્સીની તસવીરો જોઇને કપલને શુભકામના પાઠવી રહ્યા છે. કપલની એક પોસ્ટને 19 હજાર કરતા વધુ લાઇક્સ, બીજી પોસ્ટને બે હજાર કરતા વધારે લાઇક્સ મળી છે. એક યૂઝરે કોમેન્ટ કરી, શુભકામના, આ સૌથી સુંદર વસ્તુ છે જેને અમે આજે ઇંસ્ટાગ્રામ પર જોઇ. ભગવાન હંમેશા તમને આશીર્વાદ આપે.
Advertisement