ગાંધીનગર: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર કટાક્ષ કર્યો છે. આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને કહ્યુ છે કે ભાજપ ડરેલી છે, તેમણે દાવો કર્યો કે આ ‘ડર’ના કારણથી ભાજપ દરેક જિલ્લામાં ભાજપના એક કેન્દ્રીય મંત્રી અથવા મુખ્યમંત્રીની ડ્યૂટી લગાવી રહી છે. કેજરીવાલે એમ પણ કહ્યુ કે આ ડર ‘AAP’નો નથી પણ જનતાનો છે.
Advertisement
Advertisement
કેજરીવાલે ગુજરાતમાં ભાજપ વિરૂદ્ધ નારાજગીનો દાવો કરતા ટ્વીટ કર્યુ, “સમાચાર છે કે ગુજરાતના દરેક જિલ્લામાં ભાજપ એક એક કેન્દ્રીય મંત્રી અથવા કોઇ મુખ્યમંત્રીની ડ્યૂટી લગાવી રહ્યુ છે. બાપ રે! આટલો ડર? આ ડર આમ આદમી પાર્ટીનો નથી. આ ડર ગુજરાતના લોકોનો છે જે ભાજપથી નારાજ હતા અને હવે ઝડપથી ‘AAP’માં જોડાઇ રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાત કોંગ્રેસ ચૂંટણી પહેલા વધુ તૂટશે, પાંચ ધારાસભ્ય આપશે રાજીનામું!
દિલ્હી અને પંજાબમાં સરકાર ચલાવી રહેલી આમ આદમી પાર્ટીને આ વખતે ગુજરાતમાં તમામ બેઠકો પર ચૂંટણી લડી રહી છે. પ્રથમ વખત ગુજરાતમાં આટલા દમખમથી ઉતરેલી કેજરીવાલે પાર્ટીએ કેટલીક બેઠકો પર ઉમેદવારની જાહેરાત પણ કરી દીધી છે. કેજરીવાલ ખુદ પણ સતત ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે, તેમનો દાવો છે કે આ વખતે ગુજરાતની ચૂંટણી ભાજપ વર્સિસ આપ થવા જઇ રહી છે. જોકે, તાજેતરમાં આવેલા સી-વોટરના સર્વેમાં પાર્ટી માટે ઉત્સાહજનક અનુમાન લગાવવામાં આવ્યુ નથી. સર્વે અનુસાર આમ આદમી પાર્ટી 17 ટકા મત મેળવી શકે છે પરંતુ પાર્ટીને 0-2 સીટ પર જીત મળી શકે છે. આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવુ છે કે સર્વે ખોટો સાબિત થશે અને પરિણામ ચોકાવનારા હશે.
Advertisement