ગાંધીનગર: ગુજરાત કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે. વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ કોંગ્રેસ છોડી દીધી છે. ગાંધીનગરમાં વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નિમાબેન આચાર્યના ઘરે જઇને હર્ષદ રિબડિયાએ રાજીનામું આપ્યુ હતુ. કોંગ્રેસના વધુ ધારાસભ્ય રાજીનામુ આપે તેવી શક્યતા છે.
Advertisement
Advertisement
આ ધારાસભ્યો આપી શકે છે રાજીનામું
હર્ષદ રિબડિયા પછી કોંગ્રેસના વધુ ધારાસભ્યો રાજીનામું ધરે તેવી શક્યતાઓ છે. દિવાળી પહેલા કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપી શકે છે અને અન્ય પક્ષમાં જોડાઇ શકે છે.
લલિત વસોયા- ધોરાજી
સંજય સોલંકી- જંબુસર
ભાવેશ કટારા- ઝાલોદ
ચિરાગ કાલરિયા- જામજોધપુર
મહેશ પટેલ- પાલનપુર
કમલમમાં પક્ષ પલટુઓ માટે લાલ જાજમ
ભાજપના કાર્યાલય કમલમમાં પક્ષ પલટુઓ માટે લાલ જાજમ પાથરવામાં આવી રહી છે. પક્ષ પલટો કરવામાં આવ્યા બાદ તેમનું જોર શોરથી ફટકડા ફોડીને ભવ્ય સ્વાગત કરવામાં આવે છે પણ અન્ય પક્ષમાં જે મોટા હોદ્દા મળતા હતા તે ભાજપમાં ગયા પછી મળતા નથી અને તેમણે સાઇડ લાઇન કરી દેવામાં આવે છે. તાજેતરમાં જ તેના અનેક ઉદાહરણ આપણને જોવા મળ્યા છે.
આ પણ વાંચો: વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ આપ્યું રાજીનામું
હાર્દિક પટેલ કોંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષ પદના ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન હતા. હવે ભાજપમાં જોડાયા બાદ તેમની સભામાં કે તેમણે સાઇડ લાઇન કરવામાં આવ્યા હોય તેમ તેમને કોઇ બોલાવતુ પણ નથી અને વિરોધ હજુ પણ જોવા મળી રહ્યો છે. અલ્પેશ ઠાકોરનું પણ ભાજપમાં કોઇ લેવાલ નથી. પક્ષપલટુઓ માટે કમલમમાં લાલ જાજમ પાથરવામાં આવતા પક્ષના સંનિષ્ઠ અને પાયાના કાર્યકરો દુ:ખી થઇ રહ્યા છે કેમ કે, આજે ભાજપમાં મંત્રીથી માંડીને સંગઠનમાં પક્ષપલટુઓનો જ દબદબો રહ્યો છે. આ રીતે આપના નેતા ઇસુદાન ગઢવીએ ટ્વિટ કર્યુ કે, કોંગ્રેસના કેટલાક દિગ્ગજ નેતાઓ આપમાં જોડાઇ રહ્યા છે. હવે કોંગ્રેસનો સાથ છોડનારા ધારાસભ્યો કમલમની શરણે જાય છે કે પછી હાથમાં ઝાડુ પકડે તે સમય જ કહેશે.
Advertisement