કર્ણાટકના પ્રવાસ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકની ઘટના સામે આવી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેંગલુરુના દાવણગેરેમાં ભાજપની વિજય સંકલ્પયાત્રા કરી રહ્યા હતા. આ જ સમયે એક યુવાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા સીમા તોડીને તેમના સુધી આવવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે તાત્કાલિક પોલીસે તેને પકડી લીધો હતો અને સુરક્ષા એજન્સીઓ તેની પૂછપરછ કરી રહી છે. છેલ્લા બે મહિનામાં આ બીજો કિસ્સો સામે આવ્યો છે.
સામાન્ય રીતે વડાપ્રધાન મોદીની સુરક્ષા વ્યવસ્થા દરમ્યાન રોડ પર બેરિકેડ્સ લગાવવામાં આવ્યા હોય છે. અહીં આવનારા લોકોને અગાઉથી જ આ અંગે જણાવવામાં પમ આવ્યું હોય છે. આ સિવાય આગલા દિવસે આ રોડ શો અંગેની માહિતી માધ્યમો થકી પણ કરી હોય છે. તેમ છતાં પણ સુરક્ષાના કોઈ કારણોસર એક યુવક છેક વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચી જવામાં સફળ રહ્યો હતો અને તેમની કાર તરફ જઈ રહ્યો હતો. જો કે તેને સતર્કતાથી પકડી પાડવામાં આવ્યો હતો.
Advertisement
Advertisement
.
બે મહિના પહેલાં જાન્યુઆરી મહિનામાં કર્ણાટકના હુબલી ખાતે વડાપ્રધાન મોદી યુવક મહોત્સવનું ઉદ્ઘાટન કરીને રોડ શો કરી રહ્યા હતા ત્યારે એક યુવક તેમની કારના દરવાજા સુધી પહોંચી ગયો અને તેમને હાર પહેરાવવા જતો હતો. સુરક્ષાકર્મીઓએ તેને અટકાવ્યો હતો.
Advertisement