મુંબઇ: મહારાષ્ટ્ર સરકારે જૉનસન એન્ડ જૉનસન બેબી પાઉડરના મેન્યૂફેક્ચરિંગ લાઇસન્સને રદ કરી દીધુ છે. આ નિર્ણય પાઉડરના નક્કી માનકો પર યોગ્ય ના આવ્યા બાદ લેવામાં આવ્યો છે. જોકે, અમેરિકન કંપની જૉનસન એન્ડ જૉનસને ગત મહિને જાહેરાત કરી હતી કે તે બેબી પાઉડર બનાવવુ અને વેચવાનું બંધ કરી દેશે. મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (FDA)એ કંપનીનું લાઇસન્સ રદ કરતા એક નિવેદન જાહેર કર્યુ છે, જેમાં કહેવામાં આવ્યુ કે જૉનસન બેબી પાઉડર નાના બાળકોની સ્ક્રિનને ખરાબ કરી શકે છે.
Advertisement
Advertisement
સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરીમાં સેમ્પલ ફેલ
મહારાષ્ટ્રના FDA અનુસાર, પૂણે અને નાસિકથી પાઉડરના જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તે ગુણવત્તા માનકો પર યોગ્ય નથી ઉતર્યા. FDAએ ડ્રગ્સ એન્ડ કૉસ્મેટિક્સ એક્ટ 1940 હેઠળ કંપનીને શો-કૉઝ નોટિસ જાહેર કરી છે અને પૂછ્યુ કે કંપનીનું લાઇસન્સ કેમ રદ ના કરવુ જોઇએ. સાથે જ જૉનસન્સ બેબી પાઉડરના સ્ટૉકને બજારમાંથી પરત લેવા માટે કહેવામાં આવ્યુ છે.
કંપની વિરૂદ્ધ આ કાર્યવાહી કોલકાતાના સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ કે પાઉડરનું સેમ્પલ pH માનકોના હિસાબથી નથી. FDAએ કહ્યુ કે આ પહેલા જૉનસન એન્ડ જૉનસને સરકારી રિપોર્ટનો સ્વીકાર કર્યો નથી. કંપનીએ સેમ્પલને સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરી મોકલવા માટે કોર્ટમાં પડકાર આપ્યો હતો, જે બાદ તેને કોલકાતા મોકલવામાં આવ્યા હતા.
જૉનસન એન્ડ જૉનસન પર કેટલાક કેસ
FDAએ પોતાના નિવેદનમાં કહ્યુ કે કંપનીના આ પ્રોડક્ટનો ઉપયોગ નવજોત બાળકો માટે કરવામાં આવે છે. એવામાં ખરાબ પ્રોડક્ટના ઉપયોગથી બાળકોની સ્કિન પ્રભાવિત થઇ શકે છે, માટે પબ્લિક હેલ્થને જોતા મુંબઇના મુલુંડ સ્થિત જૉનસન એન્ડ જૉનસનના મેન્યૂફેક્ચરિંગ લાઇસન્સને રદ કરવામાં આવે છે.
જૉનસન એન્ડ જૉનસન અમેરિકા અને કેનેડામાં બે વર્ષ પહેલા જ બેબી પાઉડરના વેચાણને બંધ કરી ચુકી છે. અમેરિકામાં કંપની કેટલાક કાયદાકીય વિવાદોનો સામનો કરી રહી છે. આરોપ છે કે તેની પ્રોડક્ટમાં એસ્બેસ્ટસ છે જેનાથી કેન્સર થાય છે. જોકે, કંપની અત્યાર સુધી એમ કહેતી આવી છે કે તેની પ્રોડક્ટ સુરક્ષિત છે. આ વિવાદોને કારણે બેબી પાઉડરનું વેચાણ દુનિયાભરમાં ઓછુ થઇ ગયુ છે. તે બાદ કંપનીએ ગત મહિને કહ્યુ હતુ કે તે 2023થી પાઉડરને બનાવવુ અને વેચવાનું પુરી રીતે બંધ કરી દેશે.
Advertisement