રાંચી: ઝારખંડમાં રેપ અને હત્યાના સમાચાર સામાન્ય બની ગયા છે. ગુરૂવાર સાંજે ભાઇના મિત્ર સાથે જૂના ચાઇબાસા એરપોર્ટ પર ફરવા ગયેલી સોપ્ટવેર એન્જિનિયર યુવતી (26 વર્ષ) પર 10 યુવકોએ ગેન્ગરેપ કર્યો હતો. યુવતીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બદમાશોએ યુવતી અને તેના ભાઇના મિત્ર સાથે લૂંટફાટ પણ કરી હતી અને બન્નેને માર મારીને ઘાયલ કર્યા હતા.
Advertisement
Advertisement
ઘટનાના 24 કલાક વિતી ગયા બાદ પણ પોલીસ એક પણ આરોપીને પકડી શકી નથી. આ કેસમાં યુવતીના નિવેદન પર મુફસ્સિલ પોલીસ સ્ટેશનમાં 10 અજાણ્યા યુવકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે.
યુવતી જાણીતી કંપનીમાં એન્જિનીયર છે
યુવતીએ જણાવ્યુ કે તે એક જાણીતી કંપનીમાં સૉફ્ટવેર એન્જિનિયર છે અને ઘરમાં રહીને કામ કરે છે. ગુરૂવાર મોડી સાંજે ભાઇના મિત્ર સાથે તે ફરવા ગઇ હતી ત્યારે આ ઘટના બની હતી.
ભાઇના મિત્ર સાથે સ્કૂટી પર ચાઇબાસા એરપોર્ટ પર તે ફરવા ગઇ હતી. આ દરમિયાન 10 યુવક આવી ગયા હતા અને તેમણે પૂછ્યુ કે અહી શું કરી રહ્યા છો? તે બાદ યુવકોએ સ્થાનિક ભાષામાં એક બીજાને કહ્યુ કે આજે બન્નેને અહીથી જવા દેવા નથી. એમ કહીને યુવકોએ તેમની પર પ્રહાર કર્યા હતા અને મારપીટ કરીને મોબાઇલ, એટીએમ, પર્સ અને કેશ લૂંટી લીધા હતા.
ભાઇના મિત્ર સામેથી યુવક ખેચીને લઇ ગયા
ભાઇના મિત્ર સાથે જૂના ચાઇબાસા એરપોર્ટ પર ફરવા ગયેલી સૉફ્ટવેર એન્જિનીયર યુવતીને તેના ભાઇના મિત્ર સામે યુવક ખેચીને થોડા અંતર પર સુમસામ જગ્યાએ લઇ ગયા હતા અને તેની સાથે ગેન્ગરેપ કર્યો હતો. યુવતીએ મદદ માટે બુમો પાડી હતી પરંતુ કોઇએ મદદ કરી નહતી. ઘટના બાદ તમામ યુવક ફરાર થઇ ગયા હતા. કોઇ રીતે તે સ્કૂટી ચલાવીને એરપોર્ટ પાસે કરિયાણાની દુકાન પર પહોચી હતી. અહી દુકાનદાર પાસેથી ફોન લઇને મિત્ર સાથે વાત કરી હતી. મિત્રોએ તેને ત્યા રોકાવા માટે કહ્યુ હતુ. જીવ બચાવીને ભાગેલો સાથી મારપીટ દરમિયાન પીડિતાનો સાથી કોઇ રીતે જીવ બચાવીને ભાગી ગયો હતો અને મુફસ્સિલ પોલીસ સ્ટેશન પહોચીને ઘટનાની જાણકારી આપી હતી. રાત્રે લગભગ 8.45 વાગ્યે તે પોલીસ સાથે ઘટનાસ્થળે પહોચ્યો હતો જે બાદ પીડિતાને સદર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.
Advertisement