રાંચી: ઝારખંડમાં દુમકામાં એક યુવકને પેટ્રોલથી સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે, યુવકનો જીવ બચી ગયો હતો પરંતુ યુવકનો ચહેરો અને માથુ સળગી ગયુ છે. કહેવામાં આવી રહ્યુ છે કે આરોપી અને યુવક વચ્ચે કોઇ જૂની દુશ્મનાવટ નહતી, ઘટનાસ્થળે જ આરોપીનો કેટલાક લોકો સાથે વિવાદ થયો હતો, જે બાદ તેમણે આ ઘટનાને અંજામ આપ્યો હતો.
Advertisement
Advertisement
ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ પેટ્રોલ ભરેલી બોટલમાં આગ લગાવીને કેટલાક લોકો ઉપર ફેકતો જોવા મળે છે. આ ઘટના ઉંટારી પોલીસ સ્ટેશન વિસ્તારના ચિટ્ટિશ્રામ ગામની છે.
ઘાયલ યુવકને બ્લૉક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પીડિત યુવકનું નામ દીપક સોની અને ઉંમર 37 વર્ષ છે. ઘટનાની જાણ થતા જ પોલીસ સ્ટેશનના પ્રભારી યોગેન્દ્ર કુમારે આ ઘટનાની તપાસ શરૂ કરી છે.
શું છે આખી ઘટના?
પીડિત દીપક સોનીએ જણાવ્યુ કે આરોપી કમરૂદ્દીન સાથે તેનો કોઇ જૂનો વિવાદ નહતો. તેને કોઇના ઝઘડવાનો અવાજ સાંભળ્યો હતો તો તે અને કેટલાક બીજા લોકો કમરૂદ્દીનની દુકાન પર પહોચ્યા હતા જ્યા આ લોકોનો કમરૂદ્દીન સાથે વિવાદ શરૂ થયો હતો.
તે બાદની ઘટના વીડિયોમાં દેખાય છે, જ્યા કમરૂદ્દીન પહેલા પેટ્રોલ ભરેલી બોટલના મોઢા પર આગ લગાવે છે, જે બાદ ડરના માર્યે લોકો ત્યાથી દોડે છે. વીડિયોમાં એમ નથી દેખાતુ કે કમરૂદ્દીન કેવી રીતે બોટલ ફેકે છે, પરંતુ તે બાદ ચારે તરફ જમીન પર પડેલુ પેટ્રોલ સળગતુ જોવા મળે છે અને લોકો કમરૂદ્દીનને ગાળ આપતા મારવા દોડે છે.
જોકે, આ સ્પષ્ટ નથી કે શું કમરૂદ્દીનને લોકોએ પોલીસને હવાલે કર્યો છે કે નથી કર્યો.
Advertisement