શ્રીનગર: જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં આઠ કલાકમાં પાર્કિંગમાં ઉભેલી બે ખાલી બસમાં વિસ્ફોટ થતા અફરા તફરી મચી ગઇ હતી. પ્રથમ વિસ્ફોટ રાતના 10.30 પર ડોમેલમાં થયો હતો જ્યારે બીજો વિસ્ફોટ મુખ્ય બસ સ્ટેન્ડમાં થયો હતો. ડોમેલમાં થયેલા વિસ્ફોટમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
Advertisement
Advertisement
બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોચી હતી અને બે ઘાયલ યુવકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. સુરક્ષા એજન્સકીઓ આ કેસમાં તપાસમાં જોડાઇ છે.
પેટ્રોલ પંપ પર ઉભેલી બસમાં વિસ્ફોટથી અફરા તફરી
ઉદમપુરના DIG સુલેમાન ચૌધરીએ જણાવ્યુ કે પ્રથમ વિસ્ફોટ રાતના 10.30 વાગ્યે ડોમેલ ચોક પર પેટ્રોલ પંપ પર ઉભેલી બસમાં થયો હતો. જેમાં બસ પાસે ઉભેલા બે લોકો ઘાયલ થયા હતા, આ રીતે અન્ય વાહનોને પણ નુકસાન થયુ છે.
સુલેમાન ચૌધરીએ કહ્યુ કે ઘટનાનો વીડિયો પેટ્રોલ પંપ પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ ગયો છે. પોલીસ તેની તપાસ કરી રહી છે અને વિસ્ફોટનું કારણ શોધવાનો પ્રયાસ કરી રહી છે.
#WATCH | J&K: A blast occurred in an empty passenger bus parked near a petrol pump at Domail Chowk in Udhampur at around 10:30 pm. Two persons were injured and have been shifted to the District hospital. Police & other agencies reached the spot.
(CCTV Visuals verified by Police) pic.twitter.com/3ESVXPdufP
— ANI (@ANI) September 28, 2022
જૂના બસ સ્ટેન્ડ પાસે ઉભેલી બસમાં થયો બીજો વિસ્ફોટ-ADG
ADG મુકેશ સિંહે જણાવ્યુ કે બીજો વિસ્ફોટ સવારે 5.40 વાગ્યે જૂના બસ સ્ટેન્ડ પાસે ઉબેલી એક બસમાં થયો હતો, આ દરમિયાન બસમાં કોઇ નહતુ જેને કારણે કોઇ નુકસાન થયુ નથી. વિસ્ફોટ બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે ભેગા થઇ ગયા હતા. તે બાદ સૂચના પર પહોચેલી પોલીસે પુરા વિસ્ફોટને ઘેરી લીધી હતી અને ત્યા લોકોની અવર જવરને બંધ કરી દીધી હતી. આ કેસની તપાસ કરવામાં આવી રહી છે.
ગૃહમંત્રીના પ્રવાસના પાંચ દિવસ પહેલા થયો વિસ્ફોટ
ઉધમપુરમાં આ વિસ્ફોટ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જમ્મુ કાશ્મીરના પ્રવાસના પાંચ દિવસ પહેલા થયો છે. એવામાં તેને ગંભીરતાથી લેવામાં આવી રહ્યુ છે. સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યુ છે.
ગૃહમંત્રી અમિત શાહ 30 સપ્ટેમ્બરે જમ્મુ જવાનો કાર્યક્રમ હતો પરંતુ બાદમાં તેમાં બદલાવ કરી દેવામાં આવ્યો છે અને હવે તે ત્રણ ઓક્ટોબરે સાંજે જમ્મુ પહોચશે, આ દરમિયાન કેટલાક કાર્યક્રમમાં પણ તે ભાગ લેશે.
સુરક્ષા એજન્સીઓ કરી રહી છે તપાસ
ગૃહમંત્રીના પ્રવાસ પહેલા થયેલા વિસ્ફોટને લઇને સુરક્ષા એજન્સીઓ તપાસમાં લાગી છે. જેનાથી આ શોધી શકાય કે અંતે વિસ્ફોટ કેવી રીતે થયો? કોઇએ બસમાં વિસ્ફોટક તો નહતો મુક્યો કે પછી કોઇ મોટા હુમલાની યોજના હતી.
પેટ્રોલ પંપ પર થયેલા વિસ્ફોટના વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે વિસ્ફોટથી કઇ રીતે આખી બસ હલી જાય છે અને એક વ્યક્તિ કાન પર હાથ રાખીને ભાગતો જોવા મળે છે.
Advertisement