નવી દિલ્હી: ISROએ નવુ રૉકેટ SSLV-D2 સતીશ ધવન અવકાશ કેન્દ્રથી લૉન્ચ કર્યુ છે. ઇસરોએ શ્રીહરિકોટાના સતીશ ધવન અવકાશ કેન્દ્રથી ત્રણ ઉપગ્રહ EOS-07, Janus-1 અને AzaadiSAT-2 ઉપગ્રહોને 450 કિમીની ગોળાકાર કક્ષામાં સ્થાપિત કરવા માટે સ્મૉલ સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ (SSLV-D2) લૉન્ચ કર્યુ હતુ.
Advertisement
Advertisement
3 ઉપગ્રહોને કક્ષામાં સ્થાપિત કરશે
ભારતીય અવકાશ અનુસંધાન સંગઠન (ISRO)એ શુક્રવાર સવારે 9.18 વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અવકાશ કેન્દ્રના પ્રથમ લૉન્ચ પેડથી સ્મૉલ સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ (SSLV-D2)નું બીજું સંસ્કરણ સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે.
ઇસરોએ જણાવ્યુ કે નવુ રૉકેટ પોતાની 15 મિનિટની ઉડાન દરમિયાન ત્રણ ઉપગ્રહ- EOS-07, Antaris Janus-1 અને Spacekidz’s AzaadiSAT-2ને 450 કિલોમીટરની ગોળાકાર કક્ષામાં સ્થાપિક કરીને પોતાનું મિશન પૂર્ણ કરશે.
PSLV-C55ના પ્રક્ષેપણની તૈયારી- ISROના વડા
ઇસરોના વડા એસ સોમનાથે લૉન્ચ પછી કહ્યુ, “આજે આ પ્રક્ષેપણ પછી અમે PSLV-C55 નું પ્રક્ષેપણ અભિયાન શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છીએ. આ લોન્ચ NSIL માટે છે અને કદાચ માર્ચના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવશે. તેથી લોન્ચ ઝુંબેશ આજે નવી સુવિધામાં લોન્ચ પેડેસ્ટલ પર રોકેટ મૂકવાની સાથે શરૂ થશે.”
ઇસરોના વડાએ કહ્યુ, વર્તમાનમાં અમે GSLV માર્ક IIIના આગામી પ્રક્ષેપણની તૈયારી કરી રહ્યા છીએ, જેનાથી વનવેબ ઇંડિયા 236 ઉપગ્રહોનું પ્રક્ષેપણ થશે. આ પ્રક્ષેપણ મધ્ય માર્ચની આસપાસ થશે. ઇસરો પ્રમુખે જાણકારી આપી, “અમે રીયૂજેબલ લૉન્ચ વ્હીકલના લેન્ડિંગ પ્રદર્શનની સમાનાંતર પણ તૈયારી કરી રહ્યા છીએ. ટીમ ચિત્રદુર્ગમાં લેન્ડિંગ સાઇટ પર છે. અમને આશા છે કે કેટલાક દિવસમાં બધુ બરાબર થઇ જશે અને અમે લેન્ડિંગ પ્રદર્શન કરવામાં સક્ષમ બનીશું.”
શું છે SSLV-D2ની ખાસિયત?
ઇસરોના ત્રણ ઉપગ્રહ EOS-07, અમેરિકાની કંપની અંતારિસ જાનુસ-1 અને ચેન્નાઇની અવકાશ સ્ટાર્ટઅપ કંપની સ્પેસ કિડ્જ આઝાદીસેટ-2 હશે. ઇસરો અનુસાર, એસએસએલવી લૉન્ચ-ઓન ડિમાન્ડના આધાર પર પૃથ્વીની નીચલી કક્ષામાં 500 કિલોગ્રામ સુધીના ઉપગ્રહોનું પ્રક્ષેપણ પૂર્ણ કરશે. રૉકેટ અવકાશ માટે ઓછા ખર્ચની પહોચ પ્રદાન કરશે, ઓછા ટર્ન એરાઉન્ટ ટાઇમ અને કેટલાક ઉપગ્રહોને સમાયોજિત કરવામાં મદદ કરશે અને ન્યૂનતમ લૉન્ચ ઇંફ્રાસ્ટ્રક્ચરની માંગને પૂર્ણ કરવુ તેની પ્રાથમિકતામાં સામેલ છે.
ઓગસ્ટ 2022માં ફેલ થઇ હતી રૉકેટની પ્રથમ ઉડાન
મહામારીને કારણે વારંવાર મોડુ થયા બાદ ઓગસ્ટ 2022માં રૉકેટની પ્રથમ વિકાસ ઉડાન ઉપગ્રહોને સચોટ કક્ષામાં સ્થાપિત કરવામાં નિષ્ફળ રહી હતી. ઇસરોએ એસએસએલવીને 550 કિલોગ્રામની પૃથ્વીની નીચલી કક્ષા સુધી લઇ જવાની ક્ષમતા સાથે વિકસીત કરી છે. આ નાના ઉપગ્રહોને પૃથ્વીની કક્ષામાં સ્થાપિત કરવા પર આધારિત છે.SSLV-D2નું કુલ વજન 175.2 કિલોગ્રામ છે, જેમાં 156.3 કિલોગ્રામ EOS, 10.2 કિગ્રા Janus-1 અને 8.7 કિગ્રા AzaadiSat-2નું છે. ISRO અનુસાર, એસએસએલવી રૉકેટનો ખર્ચ 56 કરોડ રૂપિયા છે.
Advertisement