તહેરાન: ઇરાનમાં એક મહિલાએ હિજાબના નિયમ વિરૂદ્ધ બોલવુ એટલુ મોંઘુ પડી ગયુ કે તેને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. કેટલાક મહિના પહેલા એક ઇરાની માનવ અધિકાર મહિલા કાર્યકર્તાએ સાર્વજનિક રીતે હિજાબને હટાવવાનો આગ્રહ કર્યો હતો, જે બાદ કડક કાયદા હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ કસ્ટડીમાં ગયા બાદ મહિલાની સ્થિતિ બગડી હતી અને તે કોમામાં જતી રહી હતી જેનાથી તેનું મોત થયુ હતુ. આ ઘટનાને લઇને શુક્રવારે હજારો લોકોએ રસ્તા અને સોશિયલ મીડિયા પર પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
Advertisement
Advertisement
પોલીસ પર અત્યાચારનો આરોપ
આ ઘટનાના સબંધમાં સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં મહિલાઓ પર પોલીસનો અત્યાચાર જોઇ શકાય છે. વીડિયોમાં તે મહિલાઓ વિરૂદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે જેમણે પોતાનો હિતાબ હટાવી દીધો હતો. રાજ્ય મીડિયાએ જણાવ્યુ કે રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસીના હસ્તક્ષેપ બાદ અધિકારીઓએ મહસા અમિનીના મોતની તપાસ શરૂ કરી છે. જો કે, પોલીસે આ કેસથી પોતાને દૂર રાખ્યા છે અને મહિલા પર હુમલો કરવાનો ઇનકાર કર્યો છે. પોલીસે જણાવ્યું કે જ્યારે 22 વર્ષની મહિલાને કસ્ટડીમાં લેવામાં આવી ત્યારે તેની તબિયત લથડી હતી. પોલીસે જણાવ્યું કે મહિલા પર હુમલો થયો નથી.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એક પોલીસ અધિકારી સાથે વાત કરવા માટે ઉભી થતા જ પડી જાય છે. સમાચાર એજન્સીએ આ વીડિયોની પૃષ્ટી કરી નથી. પોલીસે જણાવ્યુ કે મહિલાને સમજાવવા માટે કસ્ટડીમાં લેવામાં આવી હતી. મૃતક મહિલાના સબંધીઓએ મહિલાને હાર્ટની કોઇ બીમારીનો પણ ઇનકાર કર્યો છે, એવુ કહેવામાં આવી રહ્યુ હતુ કે મહિલાને હાર્ટ સબંધિત બીમારી હતી. આ ઘટના બાદ કેટલાક નેતાઓએ તેમની ટિકા કરી છે.
શું છે ઇરાનમાં હિજાબ કાયદો?
Amnesty International ગ્રૂપે ટ્વીટ કર્યુ, કસ્ટોડિયલ ટોર્ચર અને અન્ય ગેરવર્તણૂકના આરોપોની ફોજદારી તપાસ થવી જોઈએ. તમામ લોકો અને જવાબદાર અધિકારીઓએ તપાસમાં સહકાર આપવો જોઈએ. તમને જણાવી દઈએ કે ઈરાનમાં 1979ની ક્રાંતિ પછી લાદવામાં આવેલા શરિયા (ઈસ્લામિક) કાયદા હેઠળ મહિલાઓને તેમના વાળ ઢાંકવા અને શરીરને છુપાવવા માટે લાંબા અને ઢીલા કપડા પહેરવા માટે બંધાયેલા છે.
Advertisement