ગુજરાત એક્સક્લૂઝિવ: જ્યારે ભારતીય આઝાદીનો આંદોલન ચરમ પર હતો, ત્યારે ગ્રેટેસ્ટ બ્રિટન તરીકે ઓળખાતા ચર્ચિલ (ત્યારે પૂર્વ વડાપ્રધાન, 1950માં ફરીથી પીએમ બન્યા)એ કહ્યું હતું- “જો ભારતને આઝાદી મળી ગઈ તો સત્તા દુષ્ટ, નીચ અને લૂંટારાઓના હાથમાં જતી રહેશે.” તેની સાથે-સાથે ચર્ચિલે ભારતીય રાજનેતાઓને બીજા દરજ્જાના ચરિત્રવાળા અને વ્યવસાયિક રીતે નબળા ગણાવ્યા હતા.
Advertisement
Advertisement
મહાન ચર્ચિલના આ કથનના ઠિક 75 વર્ષ પછી ભારતીય મૂળનો એક રાજનેતા તેમના મહાન દેશની કમાન સંભાળી રહ્યો છે. ઋષિ સુનક હવે બ્રિટનના વડાપ્રધાન બની ચૂક્યા છે.
સુનકની ઉપલબ્ધિ નિશ્ચિત રીતે ખુબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ સુનક એકલા ભારતીય મૂળના રાજનેતા નથી, જે અન્ય દેશની રાજનીતિને પ્રભાવિત કરવામાં સફળ રહ્યાં હોય. 20મી સદીથી જ ભારતીયોએ અન્ય દેશોની રાજનીતિમાં પોતાનો સિક્કો ચલાવવાનું શરૂ કરી દીધો હતો.
પોતે ગાંધી ભારતમાં આંદોલન શરૂ કરવાથી પહેલા દક્ષણ આફ્રિકામાં અંગ્રેજોની રંગભેદની નીતિ વિરૂદ્ધ ખુબ જ સફળ આંદોલન ચલાવી ચૂક્યા હતા. મતલબ કે તે સફળ રાજનેતાની જેમ જુલમ કરનારાઓ સામે જનઆંદોલન ઊભું કરવામાં સફળ રહ્યા હતા.
આ દેશોની રાજનીતિમાં ભારતવંશીઓની દખલગીરી રહી છે.
- બ્રિટન
- અમેરિકા
- આયર્લેન્ડ
- મોરેશિયસ
- ફિજી
- સેશેલ્સ
- સુરીનામ
- ગયાના
- મલેશિયા
- સિંગાપુર
- ત્રિનિદાદ અને ટોબેગો
- પોર્ટુગલ
- સ્પેન
- ફ્રાન્સ
- રશિયા
- પાકિસ્તાન અને બાંગ્લાદેશ (17) જેવા દેશોમાં પણ ઘણા રાજકારણીઓ ભારતમાં તેમના પૂર્વજોના મૂળ ધરાવે છે.
અત્યારે દુનિયાભરમાં નજર કરીએ તો આ દેશોમાં ભારતીય મૂળના વ્યક્તિ રાષ્ટ્રપતિ અથવા વડાપ્રધાનના રૂપમાં રાષ્ટ્રાધ્યક્ષ અથવા સરકારના વડા છે.
ગુલામના રૂપમાં બહાર મોકલેલા ભારતીય વંશજોએ સત્તામાં કરી ભાગીદારી
19મી સદીમાં અંગ્રેજ અનેક દ્વીપો (ટાપુ) પર ભારતીય મજૂરોને કામ કરવા માટે લઈ ગઈ. આ દ્વીપોમાં કેટલાક આજના દેશ જેવા કે સેશેલ્સ, મોરીશસ, ફિઝી, કેરેબિયન દેશ અને અન્ય છે. આ દેશોમાં ભારતીય મૂળના પ્રવાસી નાગરિક પાછળથી ખુબ જ પ્રભાવી રહ્યાં.
આઝાદ મોરીશસના ઇતિહાસમાં શિવસાગર રામગુલામનો તેવો રૂતબો રહ્યો છે, જે ક્યારેક 70 અને 80ના દાયકામાં ઇન્દિરા ગાંધીનો હતો. રામગુલામ 1968થી લઈને 1982 સુધી મોરીશસના વડાપ્રધાન રહ્યાં.
તે પછી પણ મોરીશસના વડાપ્રધાન ભારતીય મૂળના અનીરૂદ જગનાથ જ બન્યા. તેઓ પહેલા કાર્યકાળમાં 1982થી 1995, તે પછી વર્ષ 2000થી 2003 અને અંતિમ વખત 2014થી 2017 સુધી વડાપ્રધાન રહ્યાં. મોરિશસના ઈતિહાસમાં તેઓ સૌથી વધારે લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનાર વ્યક્તિ છે. તે ઉપરાંત અનિરૂદ વર્ષ 2003થી 2012 સુધી ત્યાંના રાષ્ટ્રપતિ પણ રહ્યાં હતા. જણાવી દઈએ કે, મોરિશસમાં 65 ટકાથી વધારે ભારતીય મૂળના લોકો છે.
મોરીશસમાં નવીન રામગુલામ પણ એક ખુબ જ મહત્વપૂર્ણ વ્યક્તિત્વ રહ્યું છે. તેઓ 14 વર્ષ વડાપ્રધાન રહ્યાં છે. પરંતુ 1982થી આગામી 35 વર્ષ સુધી સરકાર તેમના અને અનિરૂદ જનગનાથ વચ્ચે જ ફરતી રહી. મોરીશસના વર્તમાન રાષ્ટ્રપતિ પૃથ્વીરાજસિંહ રપુન પણ ભારતીય મૂળના છે.
સેશેલ્સ પૂર્વ આફ્રિકામાં સ્થિત એક 115 દ્વીપ સમૂહનો દેશ છે. અહીં ભારતીય મૂળના લોકોની આબાદી માત્ર 0.3 ટકા છે, પરંતુ તે છતાં રાજનીતિમાં ભારતવંશીઓનો ખુબ જ દબદબો છે. જણાવી દઈએ કે, સેશેલ્સની હિંદ મહાસાગરમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સ્થિતિ છે, એવામાં અનેક મોટા દેશ આ નાના દેશને ખુશ રાખવાની કોશિશમાં જ રહેતા હોય છે.
વર્તમાન રાષ્ટ્રપતિ અને ભારતીય મૂળના રાજનેતા વેવૈલ રામકલાવન સેશેલ્સની રાજનીતિમાં પાછલા ત્રણ દશકાઓમાં એક મહત્વપૂર્ણ વ્યક્તિ રહ્યાં છે. સેશેલ્સને 1976માં જ આઝાદી મળી હતી. 2020માં રાષ્ટ્રપતિ બનવાથી પહેલા રામકલાવન 1998થી 2011 સુધી વિપક્ષના નેતા હતા.
ફિજી પેસિફિક મહાસાગરમાં સ્થિત એક ટાપુ દેશ છે. અહીં ભારતીય મૂળના લોકો મોટી સંખ્યામાં રાજનીતિમાં સક્રિય છે. મહેન્દ્ર ચૌધરી પ્રથમ ભારતીય મૂળના વ્યક્તિ હતા, જે 1999માં ફિજીમાં વડાપ્રધાન બનવામાં સફળ રહ્યાં. જણાવી દઈએ કે ફિજીના શેરડીના ખેતરોમાં કામ કરવા માટે અંગ્રેજ મોટી સંખ્યામાં ભારતથી મજૂર લઇ જતી હતી. મહેન્દ્ર ચૌધરીના દાદા પણ એવી જ રીતે હરિયાણાથી ફિઝી પહોંચ્યા હતા.
તે ઉપરાંત ફિજીમાં ભારતવંશી અહેમદ અલી અનેક વખત કેબિનેટ મંત્રી રહ્યાં, આનંદ સિંહ એટર્ની જનરલ, ડોરાસામી નાયડૂ અને જયરામ રેડ્ડી નેશનલ ફેડરેશન પાર્ટીના પ્રમુખ, પોતે મહેન્દ્ર ચૌધરી લેબર પાર્ટીના પ્રમુખ રહ્યાં છે.
દક્ષિણ અમેરિકા અને કેરેબિય ક્ષેત્રની રાજનીતિમાં ભારતીય
સૂરીનામ, દક્ષિણ અમેરિકામાં સ્થિત સૌથી નાનો દેશ છે. અહીં ભારતીય મૂળના લોકોની વસ્તી માત્ર 28 ટકા છે. અંગ્રેજોના રાજમાં મોટી સંખ્યામાં ભારતીયોને મજૂરી કરવા માટે વસાવ્યા હતા. આને પહેલા ડચ ગુયાના પણ કહેવામાં આવતું હતુ. 1975માં સૂરીનામને આઝાદી મળી.
1982માં પ્રથમ વખત ભારતીય મૂળના ફ્રેડ રામદત મિશિર ત્યાં આગામી પાંચ વર્ષ માટે રાષ્ટ્રપતિ બન્યા. તે પછી એરલ અલીબક્સ અને પ્રતાપ રાધાકૃષ્ણન પણ 1983થી 87 વચ્ચે અલગ-અલગ સમયે સૂરીનામના વડાપ્રધાન રહ્યાં. 1988માં સૂરીનામમાં રામસેવક શંકર રાષ્ટ્રપતિ બન્યા, તે સરકાર અને દેશ બંનેના પ્રમુખ હતા. એટલે કે ત્યાં પ્રેસિડેન્શિયલ સિસ્ટમ લાગુ થઇ ચૂકી હતી. રામસેવક લગભગ ત્રણ વર્ષથી થોડા ઓછા સમય માટે સૂરીનામના રાષ્ટ્રપતિ રહ્યાં.
2020માં સૂરીનામમાં ભારતીય મૂળના ચાન સંતોખી રાષ્ટ્રપતિ બન્યા, જે પાછલા બે વર્ષોમાં સૂરીનામના રાષ્ટ્રપતિ છે.
ગુયાના- સૂરીનામનું જ પડોશી દેશ છે. અહીં પણ લગભગ 38 ટકાથી વધારે ભારતીય મૂળના લોકોની આબાદી છે. ગુયાનાની 6 સત્તાવાર ભાષાઓમાં પણ ગાયનીઝ હિન્દુસ્તાનીને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી છે, જે હિન્દી-ઉર્દૂની ખૂબ નજીક છે. અસલમાં સૂરીનામની જેમ જ ગુયાના પણ પહેચા ડચોના નિયંત્રણમાં હતું, પરંતુ પાછળથી તેના પર અંગ્રેજોએ કબ્જો કરી લીધો. 1966માં ગુયાનાને અંગ્રેજોથી સ્વતંત્રતા મળી.
પાછલા ત્રણ દાયકાઓમાં ગુયાનાની રાજનીતિમાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિઓમાંથી એક હજા ભારત જગદેવ. તેઓ 1999થી 2012 સુધી ગુયાનાના રાષ્ટ્રપતિ રહ્યાં. તે પછી પણ ભારતીય મૂળના જ ડોનાલ્ડ રામવતાર રાષ્ટ્રપતિ બન્યા, જેમનું કાર્યકાળ 2015 સુધી રહ્યું.
2020માં ગુયાનાના રાષ્ટ્રપતિ ઈરફાન અલી બન્યા. તે પણ ભારતીય મૂળના છે
ત્રિનિદાદ એન્ડ ટોબેગો- આ એક કેરેબિયન ટાપુ દેશ છે. જેમ પહેલા જણાવ્યું તેમ અંગ્રેજોના જમાનામાં મોટી સંખ્યામાં ભારતવંશીઓને મજૂરી કરાવવા માટે બીજા ટાપુઓ પર લઇ જવામાં આવ્યા, તેમને ગિરમિટિયા કહેવામાં આવતા હતા. ત્રિનિદાદ એન્ડ ટોબૈગો પણ અંગ્રેજોની જ એક એવી કોલોની હતી, જે આજે સ્વતંત્ર દેશ છે. અહીં લગભગ 35 ટકા આબાદી ભારતીય મૂળની છે. જ્યારે તેટલી જ આબાદી આફ્રિકન મૂળના લોકોની પણ છે. 1976માં ત્રિનિદાદ એન્ડ ટોબૈગોને પોતાના વર્તમાન સ્વરૂપમાં આવી ગયું હતું.
1987માં અહીં ભારતવંશી નૂર હસન અલી રાષ્ટ્રપતિ બન્યા. તેઓ દસ વર્ષ સુધી રાષ્ટ્રપતિ રહ્યાં. જોકે, આ દરમિયાન વાસ્તવિક સત્તા વડાપ્રધાનના હાથોમાં જ રહી. ખરેખર તો અસલી સત્તા 1995માં એક ભારતવંશી રાજનેતા બસદેવ પાંડેના હાથમાં આવી અને તેઓ આગામી 6 વર્ષ સુધી વડાપ્રધાન રહ્યાં.
એશિયન દેશોની રાજનીતિમાં ભારતવંશ
પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા ભારતના અનેક પડોશી દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અથવા વડાપ્રધાનોનો જન્મ બ્રિટિશ ભારતમાં થયો હતો. પરંતુ તે સિવાયના ભારતીય મૂળના કેટલાક રાજનેતા સિંગાપુર, મલેશિયા જેવા દેશોમાં સત્તા મેળવવામાં સફળ રહ્યાં છે.
સિંગાપોર વિશ્વના સૌથી મોટા બંદરોમાંથી એક બંદર ધરાવતો નાનો ટાપુ દેશ છે, પરંતુ તેનું આર્થિક અને વ્યૂહાત્મક મહત્વ ઘણું છે. વંશીય દૃષ્ટિકોણથી અહીંનો સૌથી મોટો વર્ગ ચીનનો છે, જે લગભગ 75 ટકા વસ્તી ધરાવે છે. જ્યારે મલયની વસ્તી 13.5 ટકા છે અને ભારતીય મૂળના લોકો લગભગ 9 ટકા છે. સિંગાપોરને 1965માં સ્વતંત્રતા મળી હતી.
સિંગાપોરની સ્વતંત્રતાના શરૂઆતના દાયકાઓમાં દેવન નાયર રાજનીતિમાં એક અગ્રણી વ્યક્તિ હતા. તેઓ 1981 અને 1985 વચ્ચે લગભગ સાડા ત્રણ વર્ષ સિંગાપોરના રાષ્ટ્રપતિ રહ્યા હતા. પરંતુ સિંગાપોરમાં સૌથી મહત્વપૂર્ણ ભારતીય એસઆર નાથન હતા. તેઓ 1999 થી 2011 સુધી લગભગ 12 વર્ષ સિંગાપોરના રાષ્ટ્રપતિ હતા. છેલ્લા પાંચ વર્ષથી ભારતીય મૂળના હલીમાહ યાકબ સિંગાપોરના રાષ્ટ્રપતિ છે. જો કે સરકારની વર્તમાન સત્તા વડાપ્રધાનના હાથમાં છે.
એ જ રીતે સિંગાપોરના પડોશી દેશ મલેશિયાના વર્તમાન સરકારના વડા મહાથિર મોહમ્મદ ભારતીય મૂળના છે. મલેશિયાની રાજનીતિમાં તેમનો દબદબો એ વાત પરથી લગાવી શકાય છે કે છેલ્લા 40 વર્ષમાં મહાથિર 24 વર્ષથી મલેશિયાના વડાપ્રધાન રહ્યા છે. મોહમ્મદના પૂર્વજો 19મી સદીના અંતમાં કેરળમાંથી મલયમાં સ્થળાંતરિત થયા હતા.
યુરોપમાં પણ ભારતીય મૂળના લોકોએ રાજકારણમાં મહત્વનું સ્થાન બનાવ્યું
ભારતીય મૂળના લોકો યુરોપમાં રાજકીય હસ્તક્ષેપનો લાંબો ઇતિહાસ ધરાવે છે. ભારતીય સ્વાતંત્ર્ય સેનાની દાદાભાઈ નરોજી પણ બ્રિટિશ સંસદનો ભાગ બન્યા હતા.
વર્તમાન સમયમાં બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક તો છે જે, પરંતુ તેમની સરકારમાં ગૃહ સચિવ (મંત્રાલય સ્તરના) સુએલા બ્રેવરમેન પણ ભારતવંશના છે. તે ઉપરાંત તેમનાથી પહેલા આ પદ પર બોરિસ જોનસનની સરકારમાં પ્રીતિ પટેલ હતી. આ બધા નેતા કન્ઝરવેટિવ પાર્ટી સાથે સંબંધ ધરાવે છે.
જણાવી દઈએ કે 2019માં હાઉસ ઓફ કોમન્સ માટે થયેલી ચૂંટણીમાં 15 ભારતવંશજ ચૂંટણી જીતીને સંસદના નીચલા ગૃહમાં પહોંચ્યા હતા. તેમાંથી લેબર પાર્ટીમાંથી બે ભારતવંશી- નાદિયા વ્હિટહોમ અને નવેંદ મિશ્રા જીત્યા હતા. નાદિયા બ્રિટનની સૌથી યુવા સાંસદ પણ છે. નવેન્દુનો જન્મ ઉત્તર પ્રદેશના કાનપુરમાં થયો છે. જ્યારે તેમની માં ગોરખપુરથી છે.
બ્રિટનમાં ભારતીયોની રાજનીતિમાં ખાસી ભાગીદારી છે. 2019માં અનેક સીટો પર ભારતીય ચૂંટણી હાર્યા. જેમ કે ટોરી કેન્ડિડેટ સંજોય સેન વેલ્સની એક સીટ પર હાર્યા. તે ઉપરાંત નરેન્દ્ર સિંહ શેખો, ટોરી ઉમેદવાર, લેબર ઉમેદવાર સામે હાર્યા.
હવે વાત કરીએ પોર્ટુગલના વડાપ્રધાન અને અન્ય એક ભારતવંશી રાજકારણી એન્ટોનિયો કોસ્ટા પર. કોસ્ટા 2015માં વડાપ્રધાન બન્યા. અસલમાં કોસ્ટા અડધા ભારતીય મૂળના છે. તેમના પિતાનો જન્મ મોજામ્બિકમાં ગોવાથી આવનાર ભારતીય પરિવારમાં થયો હતો. એટલે કે તેમના દાદાનું પરિવાર ભારતીય છે. જણાવી દઇએ કે પોર્ટુગલમાં ભારતીય આબાદી લગભગ 25000 છે.
લીઓ વર્ડકર આયર્લેન્ડમાં એક મોટું નામ છે. હાલમાં તેઓ ત્યાં નાયબ વડાપ્રધાન છે. 2017થી 2020 સુધી તેમના પાસે રક્ષા મંત્રાલયનો ચાર્જ પણ હતો. વર્તમાનમાં તેમના પાસે રોજગાર ઉદ્યોગ અને વ્યાપાર મંત્રાલયનો પ્રભાર પણ છે.
તે ઉપરાંત ફ્રાન્સ, આયર્લેન્ડ, રશિયા જેવા દેશોમાં ભારતવંશી ચૂંટાઇને આવતા રહ્યાં છે. ફ્રાન્સમાં નાદિયા રામાસ્વામી 2017માં ચૂંટણી જીતીને સંસદનો હિસ્સો બનવામાં સફળ રહી હતી. જોકે, તેઓ 2022માં ચૂંટણી હારી ગયા હતા.
તેવી જ રીતે રશિયામાં કુર્સ્ક શહેરમાં ભારતીય મૂળના અભય કુમાર સિંહ ધારાસભ્ય છે. તેઓ 1991માં ડોક્ટરી કરવા ભારતથી રશિયા ગયા હતા. સ્વિટ્ઝલેન્ડમાં કર્ણાટકના રહેવાસી ગુગ્ગર સ્વિસ સંસદના પ્રથમ ભારતવંશી સભ્ય છે. જ્યારે રોબર્ટ મશીહા નાહર સ્પેનની સંસદનો હિસ્સો છે.
અમેરિકા
અમેરિકામાં વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ તો ભારતીય મૂળની છે જ, પરંતુ તે ઉપરાંત બોબી જિંદલ (ગવર્નર બનનાર પહેલા ભારતીય, લૂસિયાના રાજ્ય) પ્રમિલા જયપાલ (વોશિંગ્ટનની એક સીટથી હાઉસ ઓફ રિપ્રેજેન્ટિવમાં પ્રતિનિધિ) નિક્કી હેલી (દક્ષિણ કોરોલિનાના પૂર્વ ગવર્નર) વિન ગોપાલ (સીનેટર) પણ મહત્વપૂર્ણ નામ છે.
જ્યારે હેરી આનંદ મેયર બનનાર પ્રથમ ભારતવંશી છે. તેઓ લારેલ હેરો નામની નગર નિગમના મેયર છે.
તે ઉપરાંત અનેક સ્ટેટ જનરલ એસેમ્બલીના પણ સભ્ય છે. (જેમ સુહાના સુબ્રમણ્યમ- બર્જીનિયા જનરલ એસેમ્બલી, કેવિન થોમસ- ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલી, રાજ મુખર્જી- ન્યૂજર્સી જનરલ એસેમ્બલી વગેરે)
એકંદરે જોઇએ તો અમેરિકામાં ભારતીયો ખુબ જ પ્રભાવી રીતે પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. આ એક ત્યાંની મિશ્ર સંસ્કૃતિની નિશાની પણ છે.
વધતા વૈશ્વિકીકરણના યુગમાં ભારતીય મૂળના લોકો વિશ્વના લગભગ દરેક ખૂણે પહોંચી ગયા છે અને આ સંખ્યા સતત વધી રહી છે. સ્વાભાવિક છે કે કેટલીક જગ્યાએ સંખ્યાત્મક તાકાતને કારણે ભારતીયોને સ્વાભાવિક રીતે સત્તામાં હિસ્સો મળશે અથવા તો ઘણી જગ્યાએ તે સંઘર્ષ દ્વારા પ્રાપ્ત થશે, જેમ કે ડઝન એક દેશોમાં થયું છે.
Advertisement