વૉશિંગ્ટન: ભારતીય મૂળના રિપબ્લિકન પાર્ટીના નેતા નિક્કી હેલીએ અમેરિકામાં આવતા વર્ષે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીને લઇને પોતાની દાવેદારી રજૂ કરી છે. નિક્કી હેલીએ ટ્વિટર પર એક વીડિયો જાહેર કરીને કહ્યુ, “તૈયાર થઇ જાવ, આ સમય નવી પેઢીનો છે. આવો મળીને તેને સાકાર કરીએ.” મહત્વપૂર્ણ છે કે નિક્કી હેલીનું પુરૂ નામ નીમ્રત નિક્કી રંધાવા છે. તેના પેરેન્ટ્સ ભારતીય પંજાબી શિખ છે. નિક્કી હેલી બુધવારે દક્ષિણ કેરોલિનાના ચાર્લ્સટનમાં એક કાર્યક્રમ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાના અભિયાનની યોજનાને રજૂ કરશે.
Advertisement
Advertisement
UNમાં અમેરિકાના રાજદૂત રહી ચુક્યા છે નિક્કી હેલી
51 વર્ષીય નિક્કી હેલી બે વખત દક્ષિણ કેરોલિના રાજ્યના ગવર્નર રહી ચુક્યા છે. આ પહેલા તે સંયુક્ત રાષ્ટ્ર (UN)માં અમેરિકાના રાજદૂત પણ રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે નિક્કી હેલી રિપબ્લિકન પાર્ટી તરફથી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરૂદ્ધ ઉભા થનારા પ્રથમ દાવેદાર છે. હજુ સુધી માત્ર તેમણે અને ટ્રમ્પે રિપબ્લિકન પાર્ટી તરફથી ચૂંટણી લડવા માટે પોતાની દાવેદારી રજૂ કરી છે.
નિક્કી હેલીએ તાજેતરમાં ચૂંટણી લડવાના સંકેત આપ્યા હતા
નિક્કી હેલીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં ચૂંટણી લડવાના સંકેત આપ્યા હતા, તેમણે કહ્યુ હતુ, “મે ગવર્નર અને રાજદૂતના રૂપમાં ઘણુ સારૂ કામ કર્યુ છે. ગવર્નર તરીકે મે બેરોજગારી સાથે ઝઝુમી રહેલા રાજ્યના પડકારનો સ્વીકાર કર્યો છે અને તેને સર્વશ્રેષ્ઠ રાજ્ય બનાવ્યું છે.” નિક્કી હેલીએ કહ્યુ, “મે ક્યારેય કોઇ રેસ હારી નથી. મે ત્યારે એમ કહ્યુ હતુ અને હું આજે પણ આ જ કહુ છુ, હું હવે હારવાની નથી.”
નિક્કી હેલીએ વર્તમાન રાષ્ટ્રપતિ પર નિશાન સાધ્યુ
નિક્કી હેલીએ કહ્યુ કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન બીજા કાર્યકાળના હકદાર નથી, તેમણે કહ્યુ કે રિપબ્લિકન પાર્ટીને એક યુવા નેતૃત્વની જરૂર છે, જેનાથી પાર્ટી ડેમોક્રેટિક પાર્ટીને હરાવીને સત્તામાં ફરી વાપસી કરી શકે.
મહત્વપૂર્ણ છે કે નિક્કી રૂઢીવાદી નેતા તરીકે લિંગ અને જાતીય મુદ્દા પર રિપબ્લિકન પાર્ટીના અન્ય નેતાઓના મુકાબલે વધારે વિશ્વસનીય રીતે પોતાની વાત મુકતા આવ્યા છે.
5 નવેમ્બર 2024માં યોજાશે રાષ્ટ્રપતિની ચૂંટણી
અમેરિકામાં આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી 5 નવેમ્બર, 2024માં યોજાશે. વર્ષ 2020ની વસ્તીગણતરી પુન:ગણતરીમાં મતોની પુનઃવિતરણ પછી આ પ્રથમ રાષ્ટ્રપતિની ચૂંટણી હશે.
બન્ને પાર્ટી કેવી રીતે પસંદ કરશે પોતાના ઉમેદવાર?
રિપબ્લિકન પાર્ટી અને ડેમોક્રેટિક પાર્ટી બે રીતે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની ચૂંટણી કરે છે- કૉકસ અને પ્રાઇમરી. જેમાં પાર્ટીનો કોઇ પણ સભ્ય ઉભો થઇ શકે છે.
કૉકસમાં એક પાર્ટીના સમર્થક એક જગ્યાએ ભેગા થઇને વિવિધ મુદ્દા પર ચર્ચા કરે છે અને ઉમેદવારોની વાત સાંભળ્યા પછી હાથ ઉઠાવીને સમર્થન આપે છે.
બીજી તરફ પ્રાઇમરીમાં બેલેટ વોટિંગ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે. મોટાભાગના રાજ્ય પ્રાઇમરીનો ઉપયોગ કરે છે.
Advertisement