નવી દિલ્હી: વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફૉર્મ યૂ ટ્યુબ (YouTube)ના CEO સુસાન વોજસ્કીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યુ છે, તેમની જગ્યાએ હવે આ જવાબદારી ભારતીય-અમેરિકન નીલ મોહન સંભાળશે. આ પહેલા તે યૂટ્યુબમાં ચીફ પ્રોડક્ટ ઓફિસર હતા. છેલ્લા ઘણા સમયથી તે વોજસ્કી સાથે સહયોગી તરીકે કામ કરતા હતા.
Advertisement
Advertisement
વોજિકી 9 વર્ષથી યૂ ટ્યુબ સાથે જોડાયેલા હતા, તેમણે પોતાના રાજીનામાની જાહેરાત કરી છે. વોજસ્કીએ કહ્યુ કે તે પોતાના પરિવાર, પોતાના સ્વાસ્થ્ય અને પર્સનલ પ્રોજેક્ટ પર ફોકસ કરશે. 54 વર્ષની વોજસ્કી 2014માં કંપનીના CEO બન્યા હતા. નીલ મોહન ભારતીય મૂળના તે CEOની યાદીમાં સામેલ થઇ ગયા છે જેમાં પહેલાથી જ માઇક્રોસૉફ્ટના CEO સત્યા નડેલા, એડોબના સીઇઓ શાંતનુ નારાયણ અને અલ્ફાબેટના સીઇઓ સુંદર પિંચાઇ હાજર છે.
કોણ છે નીલ મોહન?
ભારતીય મૂળના નીલ મોહન સાથે સ્ટેનફૉર્ડ યૂનિવર્સિટીથી ઇલેક્ટ્રિક એન્જિનિટરિંગમાં ગ્રેજ્યુએશન કર્યુ છે. નીલ 2008માં DoubleClick અધિગ્રહણની સાથે Googleમાં સામેલ થયા હતા. નીલ મોહન માઇક્રોસૉફ્ટ સાથે પણ કામ કરી ચુક્યા છે. નીલ મોહન સ્ટિચ ફિક્સ, જીનોમિક્સ અને બાયોટેકનૉલોજી કંપની 23એંડમીના બોર્ડમાં પણ સામેલ રહી ચુક્યા છે.
2015માં તે YouTubeમાં ચીફ પ્રોડક્ટ ઓફિસર નિયુક્ત કરવામાં આવ્યા હતા, અહી તેમણે ઘણા સમય સુધી વોજસ્કીના સહયોગીના રૂપમાં કામ કર્યુ. નીલે યૂ ટ્યુબમાં ચીફ પ્રોડક્ટ ઓફિસર તરીકે શૉર્ટ્સ, મ્યૂઝિક અને સબ્સક્રિપ્શન પર ફોકસ કર્યુ. યૂ ટ્યુબમાં તેમણે UX ટીમ પણ બનાવી હતી.
કોણ છે નીલ મોહન?
અમેરિકામાં રહેતા ભારતીય મૂળના નીલ મોહનનો જન્મ ક્યા થયો તેને લઇને જાણકારી નથી, તેમણે 1996માં સ્ટેનફર્ડ યૂનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે જે બાદ 2005માં તેમણે MBA કર્યુ હતુ.
Advertisement