નવી દિલ્હી: મિશન 2024ની તૈયારીમાં રાજકીય દળ અત્યારથી જ તૈયારી કરી રહ્યા છે. સત્તા પક્ષ અને વિપક્ષ પોતાની રણનીતિ બનાવી રહ્યા છે. ભાજપ ચૂંટણીમાં ફરી એક વખત બહુમતની સરકાર બનાવવાના પ્રયાસમાં તો વિપક્ષ સત્તા મેળવવા રેસ લગાવી રહ્યુ છે. ઇન્ડિયા ટુડે અને સી વોટરે સર્વે કરાવીને દેશનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો છે. ઇન્ડિયા ટુડે અને સી વોટરે સર્વે દ્વારા આ જાણવાનો પ્રયાસ કર્યો છે કે જો આજે દેશમાં ચૂંટણી યોજાય તો કોની સરકાર બનશે.
Advertisement
Advertisement
ઇન્ડિયા ટુડે અને સી વોટરના સર્વેમાં લોકોને ચૂંટણી અને રાજકીય પાર્ટીઓને લઇને કેટલાક સવાલ પૂછવામાં આવ્યા હતા. જેમાં લોકોને સવાલ પૂછવામાં આવ્યા કે જો આજે ચૂંટણી યોજાઇ તો કઇ પાર્ટીની સરકાર બનશે. આ સવાલના જવાબમાં સર્વેમાં સામેલ લોકોએ ફરી એક વખત NDAના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો છે. મોટાભાગનો વિચાર NDA હતો. સર્વે અનુસાર આજે ચૂંટણી યોજાય તો ભાજપ ફરી એક વખત સરકાર બનાવી શકે છે.
કોંગ્રેસના પ્રદર્શનમાં સુધારો પણ સત્તાથી દૂર
ઇન્ડિયા ટુડે અને સી વોટરના સર્વેમાં જે વાત સામે આવી છે તેનાથી સ્પષ્ટ છે કે કોંગ્રેસના પ્રદર્શનમાં સુધારો થયો છે પરંતુ સત્તા મેળવવા હજુ પણ ભારતની સૌથી જૂની પાર્ટી ઘણી પાછળ છે. સર્વેના રિપોર્ટ અનુસાર કોંગ્રેસ હજુ પણ ભાજપને સત્તામાંથી દૂર કરવામાં નિષ્ફળ છે.
શું કહે છે સર્વેના આંકડા?
ઇન્ડિયા ટુડે અને સી વોટરના સર્વે અનુસાર લોકસભાની 543 બેઠક માટે આજે ચૂંટણી યોજાય છે તો NDAને 298 બેઠક મળી શકે છે. જ્યારે યુપીએને 153 અને અન્ય પક્ષના ખાતામાં 92 બેઠક આવશે. આ હિસાબથી જોવામાં આવે તો NDAને 43 ટકા, યૂપીએને 30 ટકા અને અન્યને 27 ટકા વોટ મળતો દેખાઇ રહ્યો છે.
સર્વેમાં NDAને નુકસાન
સર્વેની તુલના 2019ના ચૂંટણી પરિણામથી ચોકાવનારા આંકડા આવશે. સર્વેમાં NDAને 543 બેઠકમાંથી 298 બેઠક પર જીત મળી રહી છે. જ્યારે 2019ની ચૂંટણીમાં NDAને 353 બેઠક પર જીત મળી હતી જેમાંથી એકલા ભાજપના ખાતામાં 303 બેઠક આવી હતી. એવામાં જોવામાં આવે તો ભાજપને સર્વેમાં કેટલીક બેઠકનું નુકસાન થયુ છે.
Advertisement