દિલ્હી: પશ્ચિમ દિલ્હીના ઇંદરપુરી સ્થિત સરકારી સ્કૂલમાં યૂનિફૉર્મ ના પહેરીને આવવા પર શિક્ષકે ફટકાર લગાવી હતી. જે બાદ વિદ્યાર્થીએ તેમણે ઘેરીને ચાકુથી હુમલો કર્યો હતો.
Advertisement
Advertisement
પોલીસે ત્રણેય વિદ્યાર્થીઓને પકડી લીધા છે જેમાંથી એક 12માં ધોરણનો વિદ્યાર્થી છે જ્યારે બે સગીર છે. આરોપીમાં બે ભાઇ સામેલ છે. શિક્ષકની ઓળખ 29 વર્ષીય ભૂદેવના રૂપમાં થઇ છે, તેમણે ગત વર્ષે સપ્ટેમ્બરમાં જ નોકરી જોઇન કરી હતી, હવે તેમની હાલત સ્થિર છે.
વિદ્યાર્થીઓએ શિક્ષકને ઉપરના માળ પર બોલાવ્યા, પછી બંધક બનાવીને હુમલો કર્યો
DCP ઘનશ્યામ બંસલે કહ્યુ કે ઘટના ગુરૂવાર બપોરે 12.20 વાગ્યે બની હતી. બંસલે જણાવ્યુ, “શિક્ષક ગ્રાઉન્ડ ફ્લોર પર હતા ત્યારે પ્રથમ માળથી એક વિદ્યાર્થીએ શિક્ષકને ભાઇને મળવાના બહાને ઉપર બોલાવ્યા હતા, ત્યા બે વિદ્યાર્થી પહેલાથી જ શિક્ષકની રાહ જોઇ રહ્યા હતા. બન્નેએ તેમના હાથ પકડી લીધા હતા અને ત્રીજાએ ચાકુ માર્યુ હતુ. શિક્ષકે બુમો પાડતા અન્ય વિદ્યાર્થી અને શિક્ષકોએ આરોપીઓને પકડી લીધા હતા.
Advertisement