ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની 93 બેઠકો પર આવતી કાલે સોમવારે મતદાન યોજાવવાનું છે. ત્યારે મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. જેને લઇને ભાજપ દ્વારા ગાંધનગર કમલમ ખાતે બેઠક બોલાવવામાં આવી છે. જોકે, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું. ત્યારે આ વખતની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન ઓછું થયું છે. પ્રથમ ચરણમાં 63 ટકા મતદાન થયું છે.
એવામાં આવતી કાલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન થવાનું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિતના અગ્રણીઓ સાથે આ બેઠકમાં ચૂંટણી મતદાનને લઇ મનોમંથ કરવામાં આવી રહ્યું હોય એમ કહેવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન પહેલાં અમદાવાદ આવી પહોંચ્યા છે. એરપોર્ટથી સીધા ગાંધીનગર રાયસણ ખાતે માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા. જ્યાં માતાના આશીર્વાદ લઇને પછી કમલમ પહોંચ્યા હતા. અહીં આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિતના અગ્રણીઓ સાથે તેમની મહત્વની બેઠક ચાલી કરી છે.
પીએમ મોદી આવતીકાલે સવારે 8:30 વાગ્યે અમદાવાદની સાબરમતી વિધાનસભામાં રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલ ખાતે મતદાન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતદાનને લઈ અને નિશાન સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સમગ્ર મતદાનને લઈ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે.
આજે સવારે વડાપ્રધાનના પ્રોટોકોલ મુજબ એસપીજી અને અમદાવાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. નિશાંત સ્કૂલમાં મતદાનની તમામ સામગ્રીઓ પહોંચાડવામાં આવી હતી.