જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડ દેશના 50માં ચીફ જસ્ટિસ બની ગયા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમણે ચીફ જસ્ટિસ પદના શપથ લેવડાવ્યા હતા. સુપ્રીમ કોર્ટના જજ રહેતા જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડે કેટલાક મહત્વના નિર્ણય સંભળાવ્યા છે. જેમાં કલમ 370, પ્રાઇવેસીનો અધિકાર અને અયોધ્યામાં રામ મંદિર સાથે જોડાયેલા નિર્ણય સામેલ છે.
Advertisement
Advertisement
સીજેઆઇ ડીવાય ચંદ્રચૂડના પિતા સ્વર્ગીય વાઇવી ચંદ્રચૂડ પણ ચીફ જસ્ટિસ રહી ચુક્યા છે, તેમના પિતા 22 ફેબ્રુઆરી 1978થી 1985 સુધી ચીફ જસ્ટિસ રહ્યા હતા, તેમના પિતા સૌથી લાંબા સમય સુધી આ પદ પર બન્યા રહેનારા પ્રથમ ચીફ જસ્ટિસ છે. આ પ્રથમ વખત છે જ્યારે પિતા અને પુત્ર બન્ને આ પદ પર પહોચ્યા છે.
સીજેઆઇ ચંદ્રચૂડનો જન્મ 11 નવેમ્બર 1959માં થયો હતો અને તે આ પદ પર 10 નવેમ્બર 2024 સુધી બન્યા રહેશે કારણ કે સુપ્રીમ કોર્ટના જજની રિટાયરમેન્ટ ઉંમર 65 વર્ષ હોય છે, આ પહેલા ચીફ જસ્ટિસ રહેલા યૂયૂ લલિતનો કાર્યકાળ માત્ર 74 દિવસનો હતો.
કોણ છે CJI ચંદ્રચૂડ?
ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ 63 વર્ષના છે, તેમણે દિલ્હી યૂનિવર્સિટીની સેંટ સ્ટીફન્સ કોલેજમાંથી ઇકોનોમિક્સનો અભ્યાસ કર્યો છે, તે બાદ દિલ્હી યૂનિવર્સિટીના કેમ્પસ લૉ સેન્ટરથી કાયદાની ડિગ્રી મેળવી છે. દિલ્હી યૂનિવર્સિટીમાં અભ્યાસ કર્યા બાદ જસ્ટિસ ચંદ્રચૂડ અમેરિકા જતા રહ્યા હતા, ત્યા તેમણે હાવર્ડ લો સ્કૂલમાંથી પહેલા LLM કર્યુ અને તે પછી જ્યૂરિડિકલ સાયન્સમાં ડૉક્ટરેટની ડિર્ગી મેળવી હતી.
ભારત પરત ફર્યા બાદ તેમણે વકીલાતની પ્રેક્ટિસ શરૂ કરી હતી. જૂન 1998માં તેમણે બોમ્બે હાઇકોર્ટમાં સીનિયર એડવોકેટનો દરજ્જો મળ્યો હતો, આ વર્ષે તે એડિશનલ સોલિસિટર જનરલ બનાવવામાં આવ્યા હતા.
29 માર્ચ 2000માં જસ્ટિસ ચંદ્રચૂડ બોમ્બે હાઇકોર્ટના જજ બન્યા હતા. બાદમાં તેમણે ઇલાહાબાદ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ નિયુક્ત કરવામાં આવ્યા હતા. જસ્ટિસ ચંદ્રચૂડ 31 ઓક્ટોબર 2013માં ઇલાહાબાદ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા હતા. 2016માં તેમણએ સુપ્રીમ કોર્ટના જજ નિયુક્ત કરવામાં આવ્યા હતા.
કેવી રીતે નક્કી થાય છે કોણ ચીફ જસ્ટિસ બનશે?
– તેને સમજવા માટે આ જાણવુ જરૂરી છે કે સુપ્રીમ કોર્ટના જજ કેવી રીતે બને છે. સુપ્રીમ કોર્ટમાં જજની નિયુક્તિની ભલામણ કૉલેજિયમ કરે છે.
– કૉલેજિયમમાં સુપ્રીમ કોર્ટના જજ જ હોય છે. આ કૉલેજિયમ જજ માટે નામ કેન્દ્ર સરકારને મોકલે છે. કેન્દ્રની મોહર લાગ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં જજની નિયુક્તી થાય છે.
– જે દિવસે કોઇ જજ સુપ્રીમ કોર્ટમાં શપથ લે છે, તે દિવસે નક્કી થઇ જાય છે કે તે ચીફ જસ્ટિસ બનશે કે નહી બને. કેટલીક વખત એક જ દિવસે શપથ લેનારા બે જજમાં સીનિયર અને જૂનિયર બની જાય છે. આ માત્ર બે-ત્રણ મિનિટની જ વાત હોય છે.
– ઉદાહરણ માટે જસ્ટિસ દીપક મિશ્રા અને જસ્ટિસ ચેલમેશ્વરે એક જ દિવસે સુપ્રીમ કોર્ટમાં શપથ લીધી હતી પરંતુ પહેલા શપથ લેવાને કારણે જસ્ટિસ દીપક મિશ્રા સીનિયર બન્યા અને ચીફ જસ્ટિસ બન્યા હતા.
– જોકે, એક જ દિવસે કેટલાક જજના શપથ ગ્રહણ હોય તો ક્યા જજ ક્યા ક્રમમાં શપથ લેશે તે પણ સીનિયોરીટીના ક્રમથી જ નક્કી થાય છે.
2027 સુધીનો નક્કી છે કાર્યક્રમ
– ચીફ જસ્ટિસ પદ પર આવનારા જજમાં 2027 સુધીનો કાર્યક્રમ નક્કી છે. જસ્ટિસ ચંદ્રચૂડ 9 નવેમ્બર 2022થી 10 નવેમ્બર 2024 એટલે કે બે વર્ષ ચીફ જસ્ટિસ રહેશે.
– જસ્ટિસ ચંદ્રચૂડ બાદ જસ્ટિસ સંજીવ ખન્ના 11 નવેમ્બર 2024થી 13 મે 2025 સુધી ચીફ જસ્ટિસ રહેશે. જસ્ટિસ સંજીવ ખન્નાના કાકા જસ્ટિસ એચઆર ખન્ના પણ સુપ્રીમ કોર્ટમાં સીનિયર મોસ્ટ જજ હતા પરંતુ કહેવામાં આવે છે કે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ તેમણે ચીફ જસ્ટિસ નિયુક્ત કર્યા નહતા, જેનાથી નારાજ થઇને તેમણે રાજીનામું આપી નાખ્યુ હતુ.
– જસ્ટિસ સંજીવ ખન્ના પછી જસ્ટિસ બીઆર ગવાઇ 14 મે 2025થી 13 નવેમ્બર 2025 એટલે કે કુલ છ મહિના સુધી આ પદ પર રહેશે, તે બાદ જસ્ટિસ સૂર્યકાંતનો નંબર આવશે. જસ્ટિસ સૂર્યકાંત 24 નવેમ્બર 2025થી 9 ફેબ્રુઆરી 2027 સુધી સવા વર્ષ આ પદ પર રહેશે.
– 9 ફેબ્રુઆરી 2027માં જસ્ટિસ સૂર્યકાંતના રિટાયરમેન્ટ પછી જસ્ટિસ વિક્રમ નાથ ચીફ જસ્ટિસ બની શકે છે. જસ્ટિસ વિક્રમ નાથ 4 મહિના સુધી ચીફ જસ્ટિસ રહેશે, તે બાદ જસ્ટિસ બીવી નાગરત્ના ચીફ જસ્ટિસ બની શકે છે. જોકે, તે આ પદ પર માત્ર 36 દિવસ સુધી જ રહેશે. જસ્ટિસ બીવી નાગરત્ના દેશના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બનશે.
આ પણ વાંચો: જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ દેશના 50મા CJI બન્યા; બે વર્ષનો રહેશે કાર્યકાળ, પિતાના 44 વર્ષ બાદ પુત્રને મળી જવાબદારી
ચીફ જસ્ટિસનો કેટલો પગાર હોય છે?
– સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અને તેમના જજનો પગાર અંતિમ વખત જાન્યુારી 2016માં રિવાઇઝ થયો હતો.
– ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અનુસાર, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસનો પગાર 2.80 લાખ અને તેમના જજનો પગાર 2.50 લાખ રૂપિયા દર મહિને થાય છે. રિટાયરમેન્ટ બાદ ચીફ જસ્ટિસ વાર્ષિક 16.80 લાખ અને જજના 15 લાખ રૂપિયા પેન્શન મળે છે. આ સાથે જ 20 લાખ રૂપિયા ગ્રેજ્યુઇટી પણ આપવામાં આવે છે.
– તમામ રાજ્યના હાઇકોર્ટના ચીફ જસ્ટિસને દર મહિને 2.50 લાખ અને જજને 2.25 લાખ રૂપિયા પગાર મળે છે. રિટાયરમેન્ટ બાદ હાઇકોર્ટના ચીફ જસ્ટિસને વાર્ષિક 15 લાખ અને જજને 13.50 લાખ રૂપિયા પેન્શન મળે છે.
Advertisement